રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રેસકોર્સ રીંગ રોડ પર આવેલું એક વૃક્ષ ધરાશાયી થતા રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. બહુમાળી ભવનથી આગળ જિલ્લા પંચાયત ચોકના રસ્તા પર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી. વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે રસ્તો બંધ થઈ ગયો હતો. મુખ્ય રસ્તા પર વૃક્ષ પડવાના કારણે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે, આ અંગેની જાણ થતાં 108 અને ફાયરની ટીમોએ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ફાયર વિભાગના જવાનોએ વૃક્ષને કાપીને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જેહમત બાદ વૃક્ષના મોટાભાગના રસ્તા પરથી ખસેડી લેવામાં આવતા ધીમે-ધીમે ટ્રાફિક પૂર્વવત થયો હતો.
રેસકોર્સ રીંગ રોડ પર વૃક્ષ ધરાશાયી ભારે જહેમત બાદ વૃક્ષ ખસેડી લેતા ટ્રાફિક પૂર્વવત કરાયો

TAGGED:
Rajkot
Follow US
Find US on Social Medias


