By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    34 minutes ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    42 minutes ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ
    5 minutes ago
    ‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન
    40 minutes ago
    ‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું
    48 minutes ago
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    22 hours ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    2 days ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    24 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
સ્પોર્ટ્સ

ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 1:46 PM
Khaskhabar Editor 31 minutes ago
Share
3 Min Read
SHARE

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શુક્રવારે (22મી મે) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મુકાબલો રમાયો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં માત્ર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જ જોવા ન મળ્યો, પરંતુ વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર થયેલી ગરમાગરમ બોલાચાલી અને ‘શીત યુદ્ધ’એ સોશિયલ મીડિયા પર ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. મેચ પૂરી થયા બાદ બંને ખેલાડીઓએ હાથ પણ મિલાવ્યા ન હોવાના વીડિયો વાઈરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.

‘થોડી ઓફ-સ્પિન ફેંકો’ – કોહલીએ હેડને આપ્યો પડકાર

- Advertisement -

મેચ દરમિયાન વિરાટ કોહલી ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. આરસીબીના બેટર વેંકટેશ ઐયર જ્યારે શિવાંગ કુમારની ઓવરમાં સતત મોટા શોટ્સ રમીને રન એકઠા કરી રહ્યા હતા, ત્યારે કેમેરા વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ પર કેન્દ્રિત થયો હતો. કોહલી નોન-સ્ટ્રાઈકર એન્ડ પરથી ટ્રેવિસ હેડ તરફ ઈશારો કરીને તેને બોલિંગ કરવા માટે આમંત્રણ આપતો દેખાયો હતો. કોમેન્ટેટર્સના જણાવ્યું હતું કે, ‘કોહલી મજાકિયા પરંતુ પડકારજનક અંદાજમાં હેડને કહી રહ્યો હતો કે, “ચાલો, થોડી ઓફ-સ્પિન ફેંકીએ.’

મેદાન પર જ હાથથી દૂર જવાનો ઈશારો કર્યો

ચોથી ઓવરમાં વેંકટેશ ઐયરે 23 રન ઝૂડી કાઢ્યા બાદ, કોહલી વારંવાર ટ્રેવિસ હેડ તરફ જોઈને કંઈક કહી રહ્યો હતો. આ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે કોહલીએ હેડને મેદાન પરથી દૂર જવા માટે હાથથી ઈશારો કર્યો હતો. જોકે, આ વાતચીત દરમિયાન બંને ખેલાડીઓના ચહેરા પર હાસ્ય પણ હતું, પરંતુ કોહલીની આક્રમક બોડી લેંગ્વેજે આખી ઘટનાને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધી હતી. આ સિવાય જ્યારે હેડ ફિલ્ડિંગ પોઝિશન બદલી રહ્યો હતો, ત્યારે પણ કોહલી તેની સાથે દલીલ કરતો નજરે પડ્યો હતો.

- Advertisement -

હેડ આઉટ થતાં કોહલીની આક્રમક ઉજવણી અને ‘હેન્ડશેક’ વિવાદ

સનરાઇઝર્સ હૈદરાબાદના બેટરોએ શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓપનર ટ્રેવિસ હેડે 26 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. હેડ જ્યારે આઉટ થયો ત્યારે વિરાટ કોહલીએ જોરથી ચીસો પાડીને અત્યંત આક્રમક શૈલીમાં તેની વિકેટની ઉજવણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. સૌથી વધુ ચોંકાવનારી બાબત મેચના અંતે જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ પરસ્પર હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કોહલીએ હેડ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ “શીત યુદ્ધ”નો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

બંને સ્ટાર ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ રહ્યા

જો મેચની વાત કરીએ તો, વિશાળ રન ચેઝ દરમિયાન વિરાટ કોહલી માત્ર 15 રન બનાવીને શાકિબ હુસૈનનો શિકાર બન્યો હતો અને લય ગુમાવી બેઠો હતો. બીજી તરફ, બેટિંગમાં 26 રન બનાવનાર ટ્રેવિસ હેડે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો અને તેણે 18મી ઓવરમાં આરસીબીના કેપ્ટન રજત પાટીદારને આઉટ કરીને પોતાની ટીમને મહત્વની સફળતા અપાવી હતી. ચાહકો આ મેચને આ સીઝનની સૌથી મનોરંજક અને ડ્રામેટિક મેચ ગણાવી રહ્યા છે.

You Might Also Like

IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું

IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર

કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે

KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું

હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ

TAGGED: RCB vs SRH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
Next Article બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415
થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન
ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?