રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લિક્વિડિટી વધારવાના પગલાં લેવાઈ રહ્યા હોઈ એક તરફ ૨૬મીએ પાંચ અબજ ડોલરના ડોલર-સ્વેપ ઓક્શન યોજવાના નિર્ણય અને હવે આરબીઆઈ દ્વારા કેન્દ્ર સરકારને રેકોર્ડ રૂ.2.87 લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર થતાં ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડોની શેરોમાં અવિરત રીદી રહી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો ગઈકાલે મજબૂત બન્યા બાદ આજે વધુ ૫૧ પૈસા મજબૂત થઈને 95.69 થતાં ફંડોની આજે શેરોમાં વોલેટીલિટીના અંતે તેજી રહી હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી રહી હતી. ફંડોએ સન ફાર્માના સારા ત્રિમાસિક પરિણામ છતાં હેલ્થકેર-ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. કોર્પોરેટ પરિણામો જાહેર થવા સાથે સિલેક્ટિવ એ ગુ્રપના શેરોમાં ખરીદી સામે કેટલાક શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ 75230 થી 75811 વચ્ચે અથડાઈ અંતે 231.99 પોઈન્ટ વધીને 75415.35 બંધ રહ્યો હતો. નિફટી 50 સ્પોટ 23671 થી 23836 વચ્ચે અથડાઈ અંતે 64.60 પોઈન્ટ વધીને 23719.30 બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની ફરી મોટી ખરીદી થઈ હતી. એક્સિસ બેંક રૂ.31.65 વધીને રૂ.1285.25, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.19.20 વધીને રૂ.978.30, ICICI બેંક રૂ.22 વધીને રૂ.1264.90, INDEX બેંક રૂ.11 વધીને રૂ.910.65, ફેડરલ બેંક રૂ.3.40 વધીને રૂ.287.20, HDFC બેંક રૂ.7.35 વધીને રૂ.766.40, કોટક બેંક રૂ.3.45 વધીને રૂ.384.20 રહ્યા હતા. BSE બેંક્સ ઈન્ડેક્સ 709.22 પોઈન્ટ વધીને 60904.45 બંધ રહ્યો હતો.
- Advertisement -
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. સમ્માન કેપિટલ અબુધાબીની એચએસી પ્રમોટર હોલ્ડિંગ કંપની બનતાં શેર રૂ.7.50 વધીને રૂ.161.65, રેલીગેર રૂ.11.05 વધીને રૂ.240.40, ડેમ કેપિટલ રૂ.6.70 વધીને રૂ.160.85, મની બોક્સ રૂ.2.88 વધીને રૂ.72.88, નીવા બુપા રૂ.2.46 વધીને રૂ.85.96, બિરલા મની રૂ.3.95 વધીને રૂ.138.65, શ્રીરામ ફાઈનાન્સ રૂ.26.30 વધીને રૂ.941.15, ચૌલા ફિન રૂ.36.35 વધીને રૂ.1540.85, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.105.45 વધીને રૂ.4639.50, આવાસ રૂ.30.50 વધીને રૂ.1398.85, એબી કેપિટલ રૂ.7.60 વધીને રૂ.357.10, ઉગ્રો કેપિટલ રૂ.2.10 વધીને રૂ.99.90 રહ્યા હતા.




