ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં કાલે ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. તેમજ ભવનાથમાં બિરાજમાન લંબે હનુમાન મંદિરે નવ હજાર લાડુનો ભોગ ધરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં ધામધૂમ પૂર્વ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.
- Advertisement -
કોરોનાનાં બે વર્ષ બાદ જૂનાગઢમાં હનુમાન જયંતિની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવનાર છે. સોરઠનાં ગામડા અને શહેરોમાં કાલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જંયતિની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જૂનાગઢમાં ખાસ કરીને ભવનાથમાં આવેલા લંબે હનુમાન મંદિરે સવારથી ભક્તોની ભીડી જોવા મળશે. ભવનાથમાં આવેલ લંબે હનુમાન મંદિર પ્રાચીન છે.
અહીં પરંપરાગત રીતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. મંદિરનાં મહંત અર્જુનદાસજીએ જણાવ્યું હતું કે, કોરોનાને લીધી બે વર્ષથી હનુમાન જયંતિની ઉજવણી સાદાઇથી કરવામાં આવતી હતી.પરંતુ ચાલુ વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શનિવારે સવારે 6 કલાકે હનુમાનજીને અભિષેક કરવામાં આવશે. 8 વાગ્યે મોતીચુરનાં નવ હજાર લાડુનો ભોગ ધરાશે. બપોરે 12 વાગ્યે રાજભોગ,આરતીબાદ આખો દિવસ મંદિર દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવશે. તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને જૂનાગઢનાં ભાવિક ભક્તજનો તેનો લાભ લેશે.


