હોસ્પિટલના તબીબો ક્યારે સુધરશે ? એક પછી એક કાંડ બહાર આવતાં લોકોમાં ચકચાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇને કોઇ કારણોસર ચર્ચાના ચકડોળે ચડે છે.અને દર્દીઓ સાથેની તબિબો સહિતના સ્ટાફની બેદર્દી સામે આવતી રહે છે. દરમિયાન ગોંડલના વાસાવડના યુવકને સારવાર માટે દાખલ ન કરી તગેડી મુકતા યુવકે પાર્કિંગમાં રાત વિતાવી હતી એને સવારે સારવારના અભાવે મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે તપાસ કમિટીની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં જવાબદાર રેસિડેન્ટ તબીબ પાર્થ ચુડાસમાને છ મહિના સુધી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
ગોડલના વાસાવડ ગામે રહેતા સતીષ બાબુભાઈ (ઉં.વ.31)નામના યુવકને નશાની ટેવ હોવાથી તબિયત લથડતા તેનો મિત્ર રાત્રીના સમયે 108 દ્વારાસારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. અહિં યુવકને ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વધુ સારવાર માટે દાખલ કરવાની જરૂર લાગતા વોર્ડ નં-10માં લઈ જવા માટે લધુ. કહેતાં મિત્ર તેને વોર્ડ ન-10માં લઈ ગયેલ અને દાખલ કરવાનો કેસ આપ્યો હતો. પરંતુ ફરજ પરના ડો. પાર્થ ચુડાસમાએ તેને દાખલ ન કરી બહાર મોકલી દેતાં દર્દીને રાત પાર્કિંગમાં વિતાવી પડી હતી.અને તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મેડિકલ ઓફિસરે સાથે રહેલા મિત્રને પૂછયું હતું કે, રાત્રે તમને દાખલથવા મોકલ્યા હતા તો પાર્કિંગમાં કેવી રીતે પહોંચ્યા? જેના જવાબમાં ઉપર વોર્ડમાં ગયા ત્યાં ડોકટરે નીચે જતું રહેવાનું કહી દેતા અમે નીચે આવી થયા હતા. આ રેસિડેન્ટ ડોક્ટરને ગયા હતા. આથી બોલાવી તમે કેમ પેશન્ટને દાખલ કરતા નથી આ ડીસી થયું છે કહેતા જ રેસિડેન્ટ ડો. પાર્થ ચુડાસમા ફફડી ગયેલ અને તાકીદે પોર્તે કેસબારીએ જઈ દાખલ ફાઈલ કઢાવી મેડિકલ હિસ્ટ્રી ઉભી કરી હોવાનું તપાસ કમિટીમાં ખૂલતાં તેઓના તેઓના રિપોર્ટ આધારે મેડિકલ કોલેજ કાઉન્સિલની બેઠકમાં ડિસ્પિલીન એક્શન હેઠળ ડો. પાર્થ ચુડાસમા સામે આકરા પગલા લઈ તેને છ માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે રસોડા પાસેથી અર્ધ નગ્ર હાલતમાં મળી આવેલા દર્દી મામલે પણ કડક કાર્યવાહી થવાના એંધાણ હોવાનું જાણવા મળ્યું છે.