હેન્ડ ગ્રેનેડ અને હિઝબુલ મુજાહિદ્દીનના પોસ્ટરો જપ્તઃ પુલવામામાં 2 સહયોગી પકડાયા
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ સોમવારે રાત્રે ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી. તેમની પાસેથી ૨ હેન્ડ ગ્રેનેડ અને હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ પોસ્ટર મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ કુલગામ નિવાસી જુનૈદ અહેમદ ડાર, આમિર યુસુફ અને જુનૈદ મુઝફ્ફર તરીકે થઈ છે. જપ્ત કરાયેલા સામાનને કબજે કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, પુલવામામાં પણ સુરક્ષા દળોએ યરવાન જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ લતીફ અહેમદ દીદાદ અને એજાઝ અહેમદ બજાદ તરીકે થઈ છે. પુલવામામાં પકડાયેલા શંકાસ્પદો પાસેથી એક પિસ્તોલ, ૧૨ કારતૂસ અને હેન્ડ ગ્રેનેડ મળ્યા છે. પોલીસે આર્મ્સ એક્ટ અને ઞઅડઅની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સુરક્ષા એજન્સીઓ હથિયારોના સ્ત્રોત અને બંનેના આતંકવાદી નેટવર્ક સાથેના સંબંધોની તપાસ કરી રહી છે.




