આટકોટ-પાંચવડા ચોકડી પાસે પાંચ શખ્સો છરી-તલવારથી તૂટી પડ્યા
આટકોટ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, રાયોટ સહિતની કલમો હેઠળ ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના જસદણના કૈલાશનગરમાં રહેતા પંચરના ધંધાર્થી અને તેના બે ભાઈઓ પર પાંચ શખ્સોએ છરી-તલવાર વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં આટકોટ પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે ચૂંટણીમાં આરોપીઓ સામે બળવો કરી ફોર્મ ભર્યું હોય તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
જસદણના કૈલાશનગરમાં રહેતા અને પાંચવડા ચોકડી આંબેડકર હોલ પાસે પંચરની દુકાન ધરાવતા જયેશભાઇ પ્રભુદાસભાઈ ધમલ ઉ.42એ જીતુ સોમા દાફડા, જેસીંગ સોમા દાફડા, મોહિત ઉર્ફે ભગો જેસીંગ દાફડા, કાળીયો અને અજાણ્યા શખ્સ સામે આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.24ના રાતના તે દુકાને હતાં ત્યારે ઉપરોક્ત પાંચેય શખ્સો ધસી આવ્યા હતા અને ગાળો ભાંડી કહેવા લાગ્યા કે તારી બાયડી અમને કેમ ગાળો આપે છે તેમ કહિ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા બાદ ફરીયાદીએ તેના મોટાભાઇ વિજયભાઈને ફોન કરીને બોલાવતા વિજયભાઇ અને ઉમેશભાઈ ત્યાં આવી ગયા હતા ત્યારે જેસીંગ એકદમ ઉશ્કેરાય ગયો હતો અને વિજયભાઈને ગાળો આપી તલવાર વડે આજ તો આને મારી નાખવો છે કહી તેના ભાઇને માથાના ભાગે તલવારનો ઘા ઝીકી દેતા તે લોહીલુહાણ થઇ ગયો હતો બાદ મોહિતે ફરીયાદીને છરીના ઘા ઝીંકી દિધા હતાં બાદ સામાવાળાએ બંને ભાઈઓને ઢીકાપાટુનો માર માર્યો હતો હુમલાને પગલે લોકોનું ટોળું થઇ જતાં હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા દરમિયાન મોહિતે જતાં જતાં કહ્યું કે, આજે તો તમે બચી ગયા પણ હવે ભેગા થાવ એટલે જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી બાદ વિજયભાઈને, મને તથા ઉમેશભાઈને જસદણ સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયા હતા આ બનાવ પાછળનું કારણ એવું જણાવ્યું હતું કે, જીતુ દાફડા સામે ચૂટણીમાં ફોર્મ ભરેલ હોય જે બાબતે અગાઉ બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી પાંચેય શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેથી આટકોટ પોલીસે ગુનો નોંધી પાંચેય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.



