વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાયું : અભિજીત દીપકે કહ્યું – કોકરોચ એકવાર ઘૂસ્યો તો પછી નીકળતો નથી
શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ જંતર-મંતર પર ઉત્સવનો માહોલ છે. વિદ્યાર્થીઓએ ‘છાત્ર એકતા ઝિંદાબાદ’ના
નારા લગાવ્યા. આ દરમિયાન ગઊઊઝ પેપર લીક થયા બાદ જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે મૌન પાળવામાં આવ્યું.
- Advertisement -
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું, ‘શું કહી રહ્યા હતા, આ સરકારમાં રાજીનામા નથી થતા. દુનિયા ઝુકે છે, ઝુકાવનાર જોઈએ. મંત્રીનું રાજીનામું તો થઈ ગયું છે, પરંતુ અમારી બીજી બે માંગણીઓ છે. તેમણે કહ્યું, ‘અમે આમ નહીં જઈએ, કોકરોચ એકવાર ઘુસે છે તો નીકળતો નથી. જે બાળકોએ આત્મહત્યા કરી તેમના પરિવારને એક કરોડ વળતર મળે.
પોલીસકર્મીઓ પર કાર્યવાહી થવી જોઈએ. દિલ્હી પોલીસ અધિકારીઓ યાદ રાખે કે કોકરોચ સાથે પંગો લીધો છે.’ અભિજીતે કહ્યું, ‘અમે તો એક મંત્રીનું રાજીનામું લઈ લીધું તો તમે લોકો શું ચીજ છો. વિદ્યાર્થીઓ પરના કેસ પાછા ખેંચાવા જોઈએ. ભાઈ, આ લોકતંત્ર છે. મને એક મહિનાથી લોકો કહેતા હતા કે શું કરી રહ્યા છો, ક્યાં સુધી બેસશો. આ રાજીનામું નહીં આપે. આ મનમાની સરકાર છે. પણ અમે કરી બતાવ્યું.’ અભિજીત દીપકેએ કહ્યું, ‘હું સીજેઆઈ સૂર્યકાંતનો અમને ‘કોકરોચ’ કહેવા બદલ આભાર માનું છું. જો તમે અમને કોકરોચ ન કહ્યા હોત, તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપતા.’




