કોરોનાકાળ દરમિયાન આ શહેરનું સૌથી મોટુ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. 80 મકાન અને દુકાન પડતા જોઈ લોકોની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. ચોમાસામાં ક્યાં રહેવા જવું તે મોટો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે. મહિલાઓના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો છે.
બધા વેરા ભરવા છતાં ડિમોલેશન થયું: મહિલાઓ
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, નીતિન રામાણી અહીંના નેતા છે તેઓ આજે ડોકાયા પણ નથી. અમે રેગ્યુલર પાણીવેરો સહિતનો વેરા ભરીએ છીએ. ગટર સાફ કરાવવાની હોય તો અમારે તેમને ફોન કરવો પડે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માગવા પહોંચી જાય છે. મનપાએ અમને ત્રણ દિવસનો જ ટાઇમ આપ્યો હતો. હવે અમારે ક્યાં જવું, કોઇ મકાન પણ તાત્કાલિક ભાડે આપતું નથી. હાલ ઘરવખરી રસ્તા વચ્ચે પલળી રહી છે.
- Advertisement -
લોકોની આંખોમાં આંસુ, જાય તો જાય ક્યાં, પોતાનો આશિયાનો તૂટી જવાના કારણે તેઓ લાચાર બન્યા…
વોર્ડ નં.13 નેતા નીતિન રામાણી છે, ડિમોલેશન સમયે તેઓ ડોકાયા પણ નહીં
જાણવા મળી રહ્યું છે કે મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન વખતે આખા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, ઙૠટઈક, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ જોડાઈ છે. ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. 80 મકાનમાં 120 પરિવાર રહે છે, જેમની હાલ ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઉદ્દભવી છે, લોકોની આંખોમાં આંસુ છે, જાય તો જાય ક્યાં, પોતાનો આશિયાનો તૂટી જવાના કારણે તેઓ લાચાર બન્યા છે.
કોરોનાકાળ દરમિયાન શહેરનું સૌથી મોટુ ડિમોલિશનમાં 80 મકાન અને દુકાન પડતા જોઈ લોકોની આંખોમાંથી આંસુઓ જોવા મળ્યા હતા. લોકોને હવે ક્યા રહેવું તે મોટો સવાલ ઉદ્દભવી રહ્યો છે. મહિલાઓના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો છે.
બે દિવસ પહેલાં જ સ્થાનિકો મનપા કચેરીએ રજૂઆત કરવા ગયા હતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે 81 મકાનને નોટિસ આપવામાં આવી હતી, જેમાં 81માંથી 80 મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો, આથી બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ખાતે ઊમટી પડ્યું હતું. મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી, આથી લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા.


