રાજકોટના રેસકોર્સમાં જાજરમાન ‘સહિયર’ નવા રંગ રૂપ સાથે તૈયાર
સિઝન પાસ લેવા ખેલૈયાની દોટ ‘સહિયર’ તરફ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ની ઓળખ સમી નવરાત્રી માં પ્રથમ હરોળનું આયોજન સહિયર રાસોત્સવ ફરીથી નવા આધુનિક રંગ રૂપ – સાજ શણગાર સાથે આકાર લઇ રહ્યું છે. વિશાળ પરાંગણ, પ્લે એરિયા કાર્પેટ, ઝળહળ લાઈટિંગ, સ્પેશિયલ ફૂડઝોન સાથે આફ્ટર શો લાઈવ જેમિંગ જેવી તમામ વ્યવસ્થા રેસકોર્સ મેદાન પર આકારિત થઈ ચૂકી છે.
સરકારના ધારા ધોરણને અનુસરવા ઉપરાંત આ આયોજનના ચેરમેન સુરેન્દ્રસિંહવાળા વર્ષોથી ‘સેફ્ટી ફર્સ્ટ’ના નિયમનું પાલન કરે છે એટલે જ છેલ્લા 23 વર્ષમાં સામાન્ય આગ ઇજા – શોર્ટ સર્કિટ કે નારી સુરક્ષાની બાબતમાં સહિયર હંમેશા ‘બેદાગ’ રહ્યું છે તેનું મુખ્ય કારણ આયોજકોની નિષ્ઠા છે. રાજકોટને શ્રેષ્ઠ આયોજન આપવા માટે, જાજરમાન મંચ, શ્રેષ્ઠ સંગીત, ગમતા ગાયકો, અને ક્રિસ્ટલ કલિયર સાઉન્ડ હંમેશા ખેલૈયાઓના દિલ જીતે છે.
શ્રેષ્ઠતા ઉપરાંત નીતિમત્તા સહિયર ની વિશેષતા છે યોગ્ય પ્લેયર ને અન્યાય ન થાય એ માટે વર્ષોથી જજનું આઉસોર્સિંગ કરવામાં આવે છે એટલે જ ન્યુ તાલ ગ્રુપ, દેવ ગ્રુપ, બંસી ગ્રુપ, બાલાજી ગ્રુપ, રાધે ગ્રુપ, મીરા ગ્રુપ, ઓમ ગ્રુપ, શિવ શક્તિ ગ્રુપ, ક્રિષ્ના ગ્રુપ, રામનાથ ગ્રુપ, રંગતાળી ગ્રુપ, જેવા રાજકોટના ગરબા સંચાલકો માટે સહિયર પ્રથમ પસંદગી રહ્યું છે.
સહિયરના નવા સાજ શણગાર માટે આયોજકોચંદુભા પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, ક્રિષ્નપાલસિંહ વાળા, ક્રુણાલ મણિયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુશ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેક અઢિયા, પ્રતિક જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલ નથવાણી, દિપકસિંહ જાડેજા, નીરવ પોપટ, જગદીશ દેસાઈ, નિલેશ ચિત્રોડા, રોહન મીરાણી, અનીશ સોની, આકાશ કાથરાણી, અભિષેક શુકલા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશ રામાણી, વજુભાઈ ઠુમ્મર, જતીન આડેસરા, શૈલેષ ખખ્ખર, એહમદ સાંધ, અનિલ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડિયા, નિલેશ તુરખિયા, ભરત વ્યાસ, મનસુખ ડોડિયા, સુનિલ પટેલ, શૈલેષ પંડ્યા સહિત ના મિત્રો ઓન ગ્રાઉન્ડ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ની યાદી માં જણાવાયું છે.
- Advertisement -
સીઝન પાસ માટે તાત્કાલિક આપના ફોટો વિગત સહિયર કાર્યાલય ખાતે પહોંચાડવા અનુરોધ કરાયો છે. 312, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સ સાથે રાજકોટ – 8980021321