બાળાઓ વિનામૂલ્યે ગરબા રમાડવામાં આવશે, લાણી કે પ્રસાદ આપવા ઈચ્છતા દાતાઓને અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી રાધેશ્યામ ગૌશાળા તથા રાધેશ્યામ બાપુના સહયોગથી શ્રી બાલાજી એજ્યુકેશન નવરાત્રિ મહોત્સવ તા. 3-10થી 12-10 દસ દિવસનું ભવ્ય આયોજન નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
- Advertisement -
જેમાં તમામ બાળાઓને કોઈપણ પ્રકારની ફી વસુલ્યા વગર રમાડવામાં આવશે. બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (શૈક્ષણિક) હેતુ માટે કાર્ય કરતુ હોય તથા 60થી વધુ જરૂરિયાતમંદ બાળાઓ હોય છે. દાતાઓને અપીલ કરવામાં આવે છે તો શૈક્ષણિક કીટ, લાણી તથા પ્રસાદ આપવા ઈચ્છતા ભક્તોએ ટ્રસ્ટના મો.નં. 9265688234 તથા મો.નં. 9316072561 પર સંપર્ક સાધવો અથવા નાણાવટી ચોક 150 ફૂટ રીંગ રોડ પર રૂબરૂ મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે.
આ આયોજનમાં જીજ્ઞેશભાઈ ગોંડલીયા, મહેશભાઈ જેઠવા, પ્રભાબેન પાણખાણીયા, પ્રીતીબેન પાણખાણીયા તથા ઈન્દુભાઈ ચાવડીયા (મચ્છો ગ્રુપ), રમેશભાઈ સરપદડીયા, વિશાલભાઈ સુદાણી તેમજ હાર્દિકભાઈ રાઠોડ, યશભાઈ ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.