આફતગ્રસ્તોનું રેસ્ક્યૂ ઑપરેશન
ગોંડલમાં બીજા દિવસે પણ વરસાદ : 2 ઇંચ વરસાદમાં રસ્તા પાણી-પાણી

ગોંડલમાં વાહનચાલકોમાં મુશ્કેલી, અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા : ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજમાં કેડ સમાં પાણી ભરાયા : વેરી ડેમ ઓવરફ્લો

- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના જામકંડોરણાનો સ્ટેટ હાઈવે પાસે આવેલા ફોફળ નદીનો પૂલ ધસમસતાં પાણીના પ્રવાહમાં ધરાશાયી થયો છે. જેને પગલે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગોંડલમાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. ગઈકાલે પણ ગોંડલમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને આજે પણ વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો પાણી પાણી થયા હતા.
અત્યાર સુધીમાં ગોંડલમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા.તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજમાં કેડ સમાં પાણી ભરાયા હતા.

- Advertisement -



