દુનિયા જેને સલામ કરે છે એવા મોદી દિવ્યાંગ મહિલાને લાગ્યા પગે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. જેમાં પ્રધાનમંત્રીએ એક એવું કામ કર્યું જેનાથી ચારેય તરફ તેમની પ્રશંસા થઈ રહી છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 અને 14 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું અને ગંગા આરતીમાં પણ ભાગ લીધો.
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પણ એક એવું કામ કર્યું, જેના કારણે તેમની પ્રશંસા થઈ રહી છે અને તેમની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત દરમિયાન દિવ્યાંગ મહિલા તેમને મળી અને તેમના પગ સ્પર્શ કરવા આગળ આવી હતી. પરંતુ પ્રધાનમંત્રીએ મહિલાને અધવચ્ચે જ રોકી અને પોતે તેમના પગને સ્પર્શ કર્યા. આ દરમિયાન મહિલા ભાવુક થઈ ગઈ અને હાથ જોડીને ઉભી જોવા મળી હતી. આ પછી પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ દિવ્યાંગ મહિલા સાથે વાત કરી.
- Advertisement -
આ પણ વાંચો : બાઈડન-પુતિનને પછાડી PM મોદી વિશ્ર્વનાં સૌથી પ્રશંસનીય પુરુષ
https://khaskhabarrajkot.com/2021/12/15/beaten-biden-put…man-in-the-world/



