કરોડોના ખર્ચે દર્દીઓ માટે વિકસાવેલા બેડ, વેન્ટિલેટર, AC સહિતના સાધનો પર ધૂળના પડ જામી ગયાં
શ્ર્વાન અને આવારા તત્વોનો અડ્ડો બની ગઈ, દારૂની ખાલી બોટલો મળી આવી, સ્ટ્રક્ચર આગળ-પાછળ જંગલ જેવું ઘાસ ઊગી ગયું.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં બનાવામાં આવેલ પોર્ટેબલ હોસ્પિટલ બિસ્માર હાલતમાં જોવા મળી, અંદાજિત રૂ.3 કરોડ ખર્ચે બનાવવામાં આવી હતી.
ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં બે વર્ષ પહેલા કોરોના વખતે લાખોના ખર્ચ હંગામી ધોરણે હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. આ હોસ્પિટલ માટે લાખોની કિંમતના સાધનો વસાવવામાં આવ્યા હતાં. ટેન્ટમાં અને પોર્ટેબલ બનાવવામાં આવેલ હોસ્પિટલ ધુળ ખાય રહી છે. રખડતા શ્વાન અને આવારા તત્વોનો અડો બની ગયેલી હોસ્પિટલમાં દારૂની બોટલો ઠેર-ઠેર જોવા મળી હતી. તેમજ હોસ્પિટલના સ્ટ્રક્ચર આગળ-પાછળ જાણે જંગલ થઈ ગયું હોય તેમ ઘાસ ઊગી નીકળ્યું છે. પોર્ટેબલ હોસ્પિટલમાં રહેલ મેડીકલ સાધનો સળી જાય તે પહેલા અન્ય જગ્યાએ જયાં જરૂરીયાત હોય ત્યાં વહેલી તકે સીફટ કરવાની માંગણી કરવામાં
આવી છે.
ઉપરાંત કરોડોના ખર્ચ ઉભી કરવામાં આવેલી હંગામી હોસ્પીટલમાં અલગ અલગ વિભાગો માટે કેબીનો બનાવવામાં આવી હતી. દર્દીઓ માટે બેડ, વેન્ટીલેટર, એસી જેવા મેડીકલ સાધનો પણ વસાવામાં આવ્યા હતા. ઉપરાંત ડોકટરો માટે ટેબલ – ખુરશી પણ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત 24 કલાક સીકયુરીટી હોવા છતા ચીજ-વસ્તુઓ હાલ ધૂળ ખાય છે.
જે મેડીકલ સાધનો અને ટેન્ટ વહેલી તકે અન્ય જગ્યાએ ઉપયોગ નહી કરવામાં આવે તો ભંગાર થઇ જશે. તંત્ર વાહકો અને સતાધીશોએ હંગામી હોસ્પીટલ પ્રત્યે વહેલી તકે ધ્યાન દઇ સરકારના અને જનતાના પૈસા ધૂળ-ધાણી થાય એ પહેલા એનો સદઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
હૉસ્પિટલનું સ્ટ્રક્ચર એનજીઓને આપવા વાતચીત ચાલું છે: સિવિલ અધિક્ષક
ચૌધરી હાઇસ્કુલમાં હંગામી ધોરણે બનાવવામાં આવેલ હોસ્પિટલ હાલ ધુળ ખાઈ રહી છે. જે સિવિલ અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જે સ્ટ્રક્ચર છે તે એનજીઓને આપવા વાતચીત છે. જેથી કોઈ આફત સમયે તે સ્ટ્રક્ચર હોસ્પિટલને કામ આવી શકે. તેમજ હોસ્પિટલમાં રહેલ મોટાભાગની સાધન સામગ્રી મુખ્ય તેમજ જનાના હોસ્પિટલમાં સિફટ કરી ઉપયોગમાં લઇ લીધેલ છે.