By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    24 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    23 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    24 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    22 minutes ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    24 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ, અમે બેઠાં લઈ પોપચામાં અધૂરપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ, અમે બેઠાં લઈ પોપચામાં અધૂરપ
Author

તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ, અમે બેઠાં લઈ પોપચામાં અધૂરપ

Khaskhabar Editor
Last updated: 2024/06/01 at 4:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ,સતત હોય હાજર ત્વચામાં અધૂરપ

વ્હાલી જિંદગી,

- Advertisement -

ફૂલગુલાબી ઠંડીમાં તારા ગાલ ઉપર પથરાતી લાલીમા અને આંખોના ઊંડાણમાં મારા માટેના દિવ્ય પ્રેમની ઝાંખી જોઈ હું જાગીને ઉછળી પડું છું. તું મારા શરીર અને મનની એવી વહેલી સવાર છે જે અંધારઘેરી રાત્રિ પછી પોતાના અજવાળાના લશ્કર સાથે આવી મારાં આત્માને ભરપૂર ભરી દે છે. કશું જ ખૂટતું નથી, સહેજ પણ ઓછપ નથી. મારી ભીતર અને આરપાર બધું જ ભરચક છે. આ ભરી ભરી ભરચકતા એ જિંદગીનું બીજું નામ છે. જિંદગી! તું મારાં આત્મારુપી સંદૂકની ચાવી છે. એ સંદૂક ખૂલે એટલે એમાંથી નીતનવા સપ્તરંગી જીવનસ્વપ્નો દોડતાં આવી મને ઘેરી વળે છે. હું એમાં ઊંડે ઊંડે ડૂબતો જાઉં છું, પછી હું તને પ્રશ્ન કરું છું કે જિંદગી! હું તારો શું થાઉં? એ ક્ષણે તું આંખોમાં પ્રેમ સાથે, હોઠ ખોલ્યાં વગર, માથું નમાવી મને તારી છાતીમાં ભરી લે છે, અને મને જીવનના સૌથી અઘરા પ્રશ્નનો જવાબ મળી જાય છે… હૈયાનાં ધબકારે ધબકારે પ્રગટ થતાં પ્રેમના મોતીની રમ્યતા મને તારામાં હજી વધારે ઊંડા ઉતારી રમમાણ રહેવાનું ઈજન આપી રહ્યાં છે. તારી આંખોના ઝરૂખામાં બેસીને હસતી ફૂલમાળ મને છેક… તારામાં આવી નિમંત્રી રહી છે… લાગણીઓના લીસ્સા અને સુંવાળા ઢાળ પર તારી આગળ – પાછળ, આજુબાજુ, ઉપર – નીચે હું ઝરણાંનાં ખળખળ વહેતાં ધોધ જેમ વહી રહ્યો છું.

તમે જેને ચાહતા હો અને સતત એનો સત્સંગ સાંપડે એમાં જ જીવનનું સાર્થક્ય સમાયેલું હોય છે. ધોમધખતાં તાપમાં અચાનક ચડી આવેલી વાદળી આપણાં પર વરસી જાય અને આપણે નિરાંત અનુભવીએ એવી જ રીતે હું તારા પ્રેમબુંદોમાં સાવ નીતરતો રહું છું. જિંદગી! તું તો મારી બારમાસી વાદળી છે, જે મોસમ પ્રમાણે જ નહીં, મોસમની સાડાબારી રાખ્યાં વગર સતત મારાં પર વરસતી રહે છે. તું મારાં રંગમહેલના આત્મસ્તંભનું ઝળહળતું ઝુમ્મર છે. હું તને એટલાં માટે ભરપૂર ચાહું છું કારણ કે તને ચાહવી એ મારાં હૈયાનાં દરેક સ્પંદનની ઝંખના છે. તને પ્રેમ કરવો એ મારાં આત્માની અંદરનાં ઉમળકાનો અવાજ છે. તું મારાં અને મારાં ભગવાન વચ્ચેનો સેતુ છે. તને ચાહવામાં મને નિત્ય શુકન મળે છે. તારા સાંનિધ્યમાં હું હળવો થાઉં છું, વિખેરાઉં છું, જોડાઉં છું અને મારાં કણેકણને તારામાં ઓતપ્રોત કરી એ બહાને હું મને પોતાને જ જીવતો રાખું છું. તું મારી સૂની પડેલી આંખોની પ્રતિક્ષાનું ઝરણું છે… તું મારાં હૃદયનાં દરેક હિસ્સામાં ઊછળતું સુગંધિત ગુલાબજળ છે…જિંદગી! તું મારાં આત્માનો ઉપચાર છે… તું મારાં મનને હળવું બનાવી એને પ્રફુલ્લિત રાખનાર દિવ્યાનુભૂતિ છે… તું મારી આત્મશ્રદ્ધાનો વિષય છે અને મારાં સમર્પણનો પણ સમન્વય છે… જિંદગી! હું તને એ હદે પ્રેમ કરું છું કે મારું જીવવું ફક્ત જીવવું ના રહેતાં કર્મમર્મયોગ બની રહે છે…

સતત તને ચાહતો…
જીવ.
(શીર્ષકપંક્તિ:- માધવ આસ્તિક)

- Advertisement -

You Might Also Like

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

TAGGED: LOVE, self love
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેંકડો હજારો વર્ષ પહેલાં દુનિયામાં અજીબો ગરીબ ચિકિત્સા પ્રથાઓ ચલણમાં હતી
Next Article ‘સિંથાન ટોપ’ જોઈ ને આપણને સમજાઇ જાય કે કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ શા માટે કહે છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ
કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ
સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
Author

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?