By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    30 seconds ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    6 minutes ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    44 minutes ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    49 minutes ago
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    12 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બેટ દ્વારકાની વિશ્વસ્તરીય કાયાપલટ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બેટ દ્વારકાની વિશ્વસ્તરીય કાયાપલટ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન
રાજકોટ

બેટ દ્વારકાની વિશ્વસ્તરીય કાયાપલટ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

Khaskhabar Editor
Last updated: 2024/08/22 at 4:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

પ્રથમ તબક્કામાં 150 કરોડનાં કાર્યો ટૂંક સમયમાં શરૂ કરાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22

- Advertisement -

વડાપ્રધાન મોદીએ ગત ફેબ્રુઆરીમાં દ્વારકાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. સુદર્શન સેતુના લોકાર્પણ બાદથી દ્વારકામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. આ સાથે જ લોકોમાં પ્રાચીન દ્વારકાને જાણવાનો અને માણવાનો ક્રેઝ પણ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. તેથી લોકો દ્વારકા અને બેટ દ્વારકાની યાત્રા પર દૂરદૂરથી આવી રહ્યા છે. આ તમામ લોકોને ‘વર્લ્ડ ક્લાસ’ સુવિધા આપવા માટે હવે રાજ્ય સરકાર પણ તૈયાર થઈ ગઈ છે. અહીં આવતા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે ‘ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ’ દ્વારા ‘વર્લ્ડ ક્લાસ’ લેવલે બેટ દ્વારકાની કાયાપલટ કરવામાં આવશે. જેમાં ત્રણ તબક્કામાં કરોડોના ખર્ચે મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી દ્વારકાની મુલાકાતે દિનપ્રતિદિન પ્રવાસીઓ આવી રહ્યા છે અને તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. તેથી હવે બેટ દ્વારકાની વિશ્વ સ્તરે કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ‘ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે’ બેટ દ્વારકા દ્વીપના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ઈંગઈં ડિઝાઇનની નિમણૂક કરી હતી. જે બાદ મહિનાઓ સુધી રિસર્ચ કરીને વર્લ્ડ ક્લાસ લેવલે ઈંગજ ડિઝાઇને બેટ દ્વારકાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પહેલા ફેઝ માટે સરકાર દ્વારા રૂ.150 કરોડ ફાળવી પણ દેવાયા છે. આવનારા સમયમાં ફેઝ 2 અને ફેઝ 3નું પણ ડેવલપમેન્ટ થશે. આપણે બેટ દ્વારકાના વિકાસ માટેના આખા માસ્ટર પ્લાનને સરળતાથી સમજવા પ્રયાસ કરીશું. આ ઉપરાંત ભવિષ્યમાં પણ દ્વારકા મંદિરને વિકસિત અને સુવિધાસભર બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવતા રહેશે. આવનારા કેટલાક સમયમાં પર્યટકો માટે મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ વિથ ગાર્ડ ટ્રેનિંગ વગેરે પણ ડેવલપ કરવામાં આવશે. તે સિવાય સબમરીન દ્વારા પ્રવાસીઓને પ્રાચીન દ્વારકાના દર્શન કરાવવાના પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. બેટ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન હોવાનું મનાય છે. હિંદુ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તેથી ધાર્મિક દ્રષ્ટિની સાથે-સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સ્થળ ભારતની ભવ્ય ધરોહર માનવામાં આવે છે. જેથી લાખોની સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં આવતા રહે છે. જેને ધ્યાને લઈને માસ્ટર પ્લાનના ભાગ રૂપે ગુજરાત સરકારે પહેલા તબક્કા માટે રૂ.150 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેનું ટેન્ડરિંગ વર્ક ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

બેટ દ્વારકા મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ બેટ દ્વારકા ડેવલપમેન્ટના માસ્ટર પ્લાન મુજબ કરાશે. મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં પ્રવેશ દ્વાર બનાવાશે. જેમાં સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા માર્ગે અને દરિયાઈ રસ્તાથી મુખ્ય પ્રવેશ સુધીના માર્ગ પર મુખ્ય દ્વાર બનાવવામાં આવશે. આ સાથે જ યાત્રાળુઓને વિશેષ અનુભૂતિ કરાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવશે. આપણે ફેઝ 1ના વિકાસકાર્યોને મુદ્દાસર સમજીશું. માસ્ટર પ્લાન અનુસાર, મંદિર પરિસરના વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભવ કરાવવાનો છે. મંદિર પરિસરમાં એન્ટ્રી માટે ચાર અલગ-અલગ દિશાઓમાંથી પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવશે. જેમાં મુખ્ય સેતુથી ગામ તરફ આવતા માર્ગે અને દરિયાઈ માર્ગ પર મુખ્ય પ્રવેશ દ્વાર બનશે. અહીં શ્રદ્ધાળુઓ માટે અલગ-અલગ સુવિધાઓ જેમ કે, મંદિર સામગ્રીને લઈને ચીજ-વસ્તુઓ, ખાણીપીણીની દુકાનો, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો અને જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ અને પગરખાં મૂકવાની લોકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા પણ ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસીલીટી ધરાવતી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટિપર્પઝ હોલ પણ બનાવાશે.
સૌથી મહત્ત્વનું કે, મંદિરમાં ભીડ ન થાય એ માટે ભાઈઓ અને બહેનોની દર્શન કરવાની લાઈન અલગ બનાવાશે. આ ઉપરાંત દિવ્યાંગોને કોઈ હાલાકી ભોગવવી ના પડે એ રીતે આ માસ્ટર પ્લાન ડિઝાઈન કરાયો છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓને માહિતગાર કરતાં સાઈન બોર્ડ, પાણીની પરબ, કચરા પેટી અને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા પણ કરવામાં આવશે. યાત્રાળુઓની યાત્રા યાદગાર બને તે માટે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રના ચિત્રો અથવા મૂર્તિનું પ્રદર્શન પણ થશે. બેટ દ્વારકાનો આ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે. જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ, આ બીચ પર પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને ટોઈલેટ જેવી ફેસેલિટી ઊભી કરાશે. આ નોર્થ બીચ પર પ્રવાસીઓ મનોરંજન અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે. તે સાથે જ અન્ય સુવિધાઓ પણ બીચ પર વિકસાવવામાં આવશે.
બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્લાન મુજબ, અહીં ટુરિસ્ટ વિઝિટર સેન્ટર હાલમાં સુદામા સેતુથી મંદિર પરિસર જતાં રસ્તામાં બનાવાશે. જેમાં મંદિરની ઐતિહાસિક માહિતી, બેટ દ્વારકામાં થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી અપાશે. એટલું જ નહીં, પરંતુ અહીં વેઇટિંગ એરિયા, ટોઈલેટ્સ, લોકર સુવિધા, ગુજરાતી ફૂડના ચટાકા માણવા માટે એક રેસ્ટોરાં અને હાટ બજાર પણ બનાવાશે. ટુરિસ્ટ વિઝિટર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રિકોને દ્વારકાના ભવ્ય અને મહાન ભૂતકાળની અનુભૂતિ કરાવવાનો છે. એ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ આ સાથે જ જોવા મળશે.

- Advertisement -

માસ્ટર પ્લાનમાં બેટ દ્વારકાના ઘણા ઐતિહાસિક મંદિરોને જોડતી હેરિટેજ સ્ટ્રીટમાં મુખ્યત્વે દ્વારકાધીશ મંદિર, શંખનારાયણ મંદિર અને હનુમાન દાંડી મંદિરનો સમાવેશ કરાયો છે. આ મંદિરોને જોડતા રસ્તાઓને ‘હેરિટેજ’ થીમ પર ડેવલપ કરાશે.

બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 1

દ્વારકાધીશ મંદિર ડેવલપમેન્ટ
સ્ટ્રીટ બ્યુટીફીકેશન
સ્ટ્રીટ ડેવલપમેન્ટ
શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ
નોર્થ બીચ ડેવલપમેન્ટ- પબ્લિક બીચ
ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર
હિલ્લોલ પાર્ક વિથ વ્યૂઈંગ ડેક

બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 2

હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ
અભય માતા મંદિર અને સનસેટ પાર્ક
નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર
સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર
કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ
રોડ એન્ડ સાઈન

બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ- ફેઝ 3

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ
કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ
લેક અરાઇવલ પ્લાઝા

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: Bat-Dwarka, global transformation, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિલમાં ધમાલ મચાવી પોલીસ સામે દાદાગીરી કરનાર બંને શખ્સો જેલહવાલે
Next Article પોરબંદરમાં SC/ST અનામત વિરોધી ચુકાદા સામે રોષ, સમુદાય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રેલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 31 seconds ago
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?