ઈરાને કહ્યું- અમેરિકાની ધમકીઓથી ડરતા નથી: તેની ગેરંટી પર વિશ્ર્વાસ નહીં, ઇઝરાયલ વાટાઘાટો બગાડવાનો પ્રયાસ કરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ કહ્યું કે ઈરાન અમેરિકાની ધમકીઓથી ડરશે નહીં. તેમણે કહ્યું કે એવી કોઈ ગેરંટી નથી કે અમેરિકા કોઈપણ સંભવિત કરારનું સંપૂર્ણ પાલન કરશે.
બાઘાઈએ કહ્યું કે ઇઝરાયલ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોને નબળી પાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી શાસન આ કરારને થતો અટકાવવા માટે પુરા પ્રયાસો કરી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન યુદ્ધને ધીમે ધીમે સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નાકાબંધી હટાવવા અંગે સૈદ્ધાંતિક રીતે એક કરાર પર સહમત થયા છે. આ માહિતી એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ આપી છે. જોકે, હજુ પણ ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર અંતિમ નિર્ણય બાકી છે.
ઈરાન તરફથી હાલમાં જાહેરમાં એવું કહેવામાં આવ્યું નથી કે કરાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ઈરાની અધિકારીઓના નિવેદનોમાં પણ કેટલાક તફાવત જોવા મળ્યો છે.
અમેરિકી અધિકારી અનુસાર કરાર પર હજુ હસ્તાક્ષર થયા નથી અને તેને અંતિમ મંજૂરી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેની પાસેથી મળવાની બાકી છે. આમાં થોડા દિવસો લાગી શકે છે.
અમેરિકી અધિકારી અનુસાર પ્રસ્તાવિત કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે. તેના બદલામાં ઈરાન તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને સમાપ્ત કરવા પર સહમત થશે. જોકે, આ પ્રક્રિયા કેવી રીતે થશે, તેના પર હજુ વાતચીત ચાલુ છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકા પોતે આ સંવર્ધિત સામગ્રીને પોતાના કબજામાં લે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમણે પોતાના લોકોને સમજૂતીમાં ‘ઉતાવળ ન કરવા’ કહ્યું છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ કહ્યું કે ઈઝરાયલ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોને નબળી પાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી શાસન આ કરારને થતો અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. અમને અપેક્ષા છે કે તે વાટાઘાટોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે.
તેમણે એમ પણ કહ્યું કે કેટલાક દેશો સતત યુદ્ધ અને સંઘર્ષ વિશે વાત કરી રહ્યા છે, જે યુએસ અધિકારીઓને પણ અસર કરી શકે છે.
હોર્મુઝને ફરીથી ખોલવા પર ઓમાન અને ઊઞ વચ્ચે વાતચીત
ઓમાનના વિદેશ મંત્રી બદર બિન હમદ અલ બુસૈદીએ યુરોપિયન યુનિયન (ઊઞ)ના વિદેશ નીતિ પ્રમુખ કાજા કાલસ સાથે ફોન પર વાત કરી. ઓમાનના વિદેશ મંત્રાલય અનુસાર, બંને નેતાઓએ મિડલ ઈસ્ટની પરિસ્થિતિ અને પ્રદેશમાં વધતા તણાવ પર ચર્ચા કરી. વાતચીતમાં હોર્મુઝમાં દરિયાઈ અવરજવર ફરીથી શરૂ કરાવવા અને ક્ષેત્રમાં તણાવ ઓછો કરવાના પ્રયાસોને સમર્થન આપવામાં આવ્યું. આ ઉપરાંત, યુરોપિયન યુનિયન અને ઓમાન વચ્ચે ચાલી રહેલા સહયોગ અને ભાગીદારી પર પણ ચર્ચા થઈ.
- Advertisement -
ઈરાની સાંસદે કહ્યું – અમે ક્યારેય દબાણ-ધમકીઓ સામે ઝૂકીશું નહીં
ઈરાનના સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ કહ્યું કે ઈરાન દબાણ અને ધમકીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં. ઈબ્રાહિમ રેઝાઈ ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર લખ્યું, ’લશ્કરી યુદ્ધમાં અમારી નીતિ આંખના બદલે આંખ હતી અને રાજદ્વારી લડાઈમાં પણ તે જ રીતે જવાબ આપવામાં આવશે. ‘રેઝાઈએ ટ્રમ્પ પર કટાક્ષ કરતા કહ્યું કે અમેરિકા સમયના દબાણમાં છે. જો અમેરિકા સમાધાન ઈચ્છે છે તો તેણે વાતચીત કરવી જોઈએ. જો અમેરિકા તેની કડકાઈ ચાલુ રાખશે તો ત્યાં પેટ્રોલ અને ગેસના ભાવ વધી શકે છે.



