મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજકોટ મહાનગરમાં આ ઐતિહાસિક શાળાના PPP ધોરણે નવિનીકરણ કરી અદ્યતન બનાવવાનો નિર્ણય થયો છે.
આ શાળાઓ હાલ તેના જૂના માળખા-સ્ટ્રકચરમાં કાર્યરત છે અને સરકારી કુમાર શાળા તરીકે કરણસિંહજી હાઇસ્કૂલમાં ર૪૪ વિદ્યાર્થીઓ ધો- ૯ થી ૧ર માં અભ્યાસ કરે છે
બાઇ સાહેબ બા ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ ૯ થી ૧રમાં ૩૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
- Advertisement -
કરણસિંહજી હાઇસ્કૂલના હાલના મકાનની ઐતિહાસિક ગરિમા જાળવીને તેનું નવિનીકરણ કરવામાં આવનાર છે
મુખ્યમંત્રીએ આ કેમ્પસમાં આવેલા વર્ષો પૂરાણા બાલાજી હનુમાન મંદિરની જમીન પર પણ બગીચા, ગેટ વગેરે વિકાસ કામો માટેની સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લાગણીનો સાનૂકુળ પ્રતિસાદ આપી આ કામો માટે પણ અનૂમતિ આપી છે
કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબ બા હાઇસ્કૂલના PPP ધોરણે નવિનીકરણ થવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે અને મેદાન સહિતની સુવિધા પણ વધુ વ્યાપક બનશે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, NHMના એમ.ડી. સુ રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા કલેકટર, મ્યુનિસીપલ કમિશનર તેમજ રાજકોટના અગ્રણીઓ નીતિન ભારદ્વાજ, માધાંતાસિંહ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ જોડાયા હતા.


