આજે રણબીર કપૂરનો જન્મદિવસ છે, આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને એક મોટી ભેટ આપી. ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે.
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર તેના દમદાર એક્શન અવતારમાં જોવા મળશે. આજે રણબીર કપૂરનો જન્મદિવસ છે, આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને એક મોટી ભેટ આપી છે. એનિમલનું જોરદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીરનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. હવે લોકો ફિલ્મ રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
એનિમલના ટીઝરમાં રણબીર કપૂરનો દરેક લૂક એકદમ કિલર અને ડેશિંગ લાગી રહ્યો છે. લાંબી દાઢી, લાંબા વાળથી લઈને ક્લીન શેવન લુક સુધી રણબીર દરેક સ્ટાઈલમાં શાનદાર લાગી રહ્યો છે. લોકોએ રણબીર કપૂર આ પહેલા ક્યારેય પડદા પર આવું પાત્ર ભજવતો જોયો નથી. આ ફિલ્મમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે.
ટીઝરના અંતમાં બોબી દેઓલ જોવા મળે છે. બોબી દેઓલનો આ લુક વેબસીરિઝ આશ્રમમાં જોવા મળ્યો તેવો લાગી રહ્યો છે. આ સાથે જ રણબીર કપૂર પહેલીવાર ‘એનિમલ’માં નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તે ગીતાંજલિનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ રણબીર કપૂર માટે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે આ પહેલા તે ક્યારેય આટલા અલગ અવતારમાં જોવા મળ્યો નથી.
- Advertisement -
ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો કે પહેલા 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટને ડિસેમ્બરમાં ધકેલી દેવામાં આવી છે. એનિમલનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. આ સિવાય તેણે તેની વાર્તા પણ લખી છે. ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.