મારામારીમાં પકડાયા બાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ વાળ ખેંચી તાલિબાની સજા આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઓગષ્ટ મહિનાના મારામારીના કેસમાં સગીરની ધરપકડ કરવામાં આવી હતી આ સગીરને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદારે તાલિબાની સજા આપી હતી જેમાં સગીરના વાળ ખેંચી સિતમ ગુજાર્યો હતો અને આ અધમ કૃત્ય આચરવાનો એક પોલીસમેન પ્રદીપ ડાંગરે વિડીયો પણ ઉતાર્યો હતો આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી તપાસના અંતે બે શખ્સો સામે ગુનો નોંધાતા સફાઈ કામદારની ધરપકડ કરવામાં આવી હતી જયારે પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પોલીસે પોલીસમેન પ્રદીપ ડાંગરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ભૂલથી વિડીયો ઉતાર્યો હોવાનું રટણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતા પરિવારના સગીરની મારામારીના કેસમાં ધરપકડ થયા બાદ તેને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો અહીં તેને તાલિબાની સજા આપવામાં આવી હતી ઓગષ્ટ મહિનાના આ અધમ કૃત્યનો વિડીયો સોશ્યલ મીડિયામ વાયરલ થતા હડકંપ મચી ગયો હતો જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો શૈલેષ ચૌહાણ નામનો શખ્સ નિર્દયતાપૂર્વક બાળકને પકડી તેના વાળ ખેંચી ખેંચીને કચરાટોપલીમાં રાખતો હોય તેમજ અટહાસ્ય કરતો હોય તેવું જોવા મળ્યું હતું મહત્વની વાત એ હતી કે આ તાલિબાની સજાનો વિડીયો બીજા કોઈ નહિ પરંતુ પ્રજાના રક્ષક ગણાતા એવા પોલીસમેને જ ઉતાર્યો હતો આ ઘટના બાદ બે કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની તાત્કાલિક બદલી કરી નાખી હતી જો કે સમગ્ર ઘટના અંગે સગીરના દાદીએ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તપાસ એસીપી રાધિકા ભારાઈને સોંપવામાં આવી હતી પોલીસે શૈલેષ ચૌહાણની ધરપકડ કરી હતી અને આ ગુનામાં ફરાર સસ્પેન્ડેડ પોલીસમેન પ્રદીપ ડાંગરની પણ ગાંધીગ્રામ પીઆઇ એસ આર મેઘાણી સહિતે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક પૂછતાછમાં પોતાનાથી ભૂલથી વિડીયો ઉતરી ગયો હોવાનું રટણ કર્યું હતું.



