ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત “નારી વંદન ઉત્સવ” સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ખાતે 1થી 8 ઓગસ્ટ સુધી અલગ અલગ થીમ હેઠળ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
- Advertisement -
જેમાં “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત “181 અભયમ મહિલા હેલ્પલાઇન”ની ટીમ દ્વારા પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસ, બીજા દિવસે બેટી બચાવો, બેટી પઢાવો દિવસ, ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસ, ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસ, પાંચમા દિવસે મહિલા કર્મયોગી દિવસ, છઠ્ઠા દિવસે મહિલા કલ્યાણ દિવસ અને સાતમા દિવસે મહિલા બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં જુદી જુદી કોલેજ શાળાની વિદ્યાર્થીનીઓ તથા જુદી જુદી સંસ્થાઓમાં જઈને મહિલાઓને 181 ટીમનાં કાઉન્સેલર દ્વારા ઘરેલુ હિંસા, છેડતી અને અભ્યાસ અંગેના પ્રશ્નો, સોશિયલ મીડિયા દ્વારા હેરાનગતિ અને અન્ય પ્રશ્નોમાં તેઓ કેવી રીતે મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ 181 મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન, સરકારની વિવિધ મહિલલક્ષી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આમ, 181 ટીમ દ્વારા મહિલાઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.