સોમવારના પરિણામો પૂર્વે મમતા બેનરજી વધુ એક કાનૂની લડાઈમાં પરાજીત
મતગણતરીમાં કેન્દ્રીય કર્મચારીની નિયુક્તિનો પંચને અધિકાર: સુપ્રીમ
- Advertisement -
કેન્દ્ર તથા જાહેર સાહસોના કર્મચારીની નિયુકિત સામે મમતાની અરજી ફગાવી દેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના સોમવારે આવનાર પરિણામો પુર્વે અંતિમ કાનુની લડાઈમાં પણ મમતા બેનરજીને મોટો પછડાટ લાગી છે અને આજે સુપ્રીમકોર્ટે એક ચુકાદામાં મતગણતરી સમયે કેન્દ્રીય કર્મચારીઓને ડયુટી પર મુકવાનો ચુંટણીપંચને અધિકાર છે.
તેમ કહીને તૃણમુલ કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ નરસિમ્હાની ખંડપીઠે આજે તૃણમુલ કોંગ્રેસની એ અરજી પર થોડી જ મીનીટોમાં વિચારણા કરીને ચુકાદો આપ્યો હતો. તૃણમુલ કોંગ્રેસે સોમવારે યોજાનારી મતગણતરીમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્રના જાહેર સાહસોના કર્મચારીઓને ફરજ સોંપવા મુદે વિરોધ કર્યો હતો. પરંતુ સુપ્રીમકોર્ટે જણાવ્યું કે કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારીઓને ચુંટણી ફરજ પર મુકવાનો પંચને અધિકાર છે અને તેમાં સુપ્રીમકોર્ટ કોઈ નવો આદેશ આપવા માંગતી નથી. ગઈકાલે કોલકતા હાઈકોર્ટે પણ મમતા બેનરજીની આ પ્રકારની અરજી ફગાવી હતી.
સુનાવણી દરમ્યાન ન્યાયમૂર્તિ બાગચીએ જણાવ્યું કે મતગણતરીમાં રાજકીય દળોના એજન્ટ પણ મોજૂદ હશે તેથી કેન્દ્ર સરકારના કર્મચારી હોય કે રાજય સરકારના કોઈ ફરક પડશે નહી.
પંચને આ ઉપરાંત કેન્દ્ર અને રાજયના કર્મચારીઓને ફરજ પર મુકવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ તૃણમુલ કોંગ્રેસના ધારાશાસ્ત્રી કપીલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે પંચના પરિપત્રમાં ફકત કેન્દ્રીય કર્મચારીઓને જ નિયુક્ત કરવાનો આદેશ છે. પરંતુ સુપ્રીમકોર્ટે કહ્યું કે પરિપત્રમાં તેવી કોઈ સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી. કેન્દ્ર અને રાજયના બંને કર્મચારીઓને તૈનાત કરી શકાય છે.



