જો કોઇ ચળવળને અભિનેતા પ્રકાશ રાજ, નસીરૂદ્દીન શાહ, સોનાક્ષી સિન્હા, સ્વરા ભાસ્કર, હુમા કુરેશી જેવા લોકો અને કૂખ્યાત આંદોલનજીવી યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, સોનમ વાંગચૂક જેવા દેશવિરોધી તત્વો પ્રોત્સાહન આપી રહ્યાં હોય તે અરાજકતા માટે જ હોય
જંતર-મંતર તર પર અત્યારે એટલાં ફૂડ પેકેટ્સ પડયાં છે કે, ખાધે ખૂટે તેમ નથી. ડોમિનોઝમાંથી પિઝ્ઝા આવે છે- ડઝનબંધ નહીં સેંકડો પિઝા પાર્સલ ઠલવાય છે. બર્ગર, સેન્ડવિચ, છોલે-ભટુરે, પેક્ડ ફૂડના પડિકાં, સૂક્કો નાસ્તો, કોલ્ડ્રીંક્સ અને એનર્જી ડ્રિન્ક્સની હજારો બોટલ્સ અને કેન્સ. જે જોઈએ તે હાજર છે. ખાઓ-પીઓ, મોજ કરો પરંતુ સરકારને- મોદીને મોદીને ગાળો આપો.
- Advertisement -
નીટ પેપર લીક મામલે શરૂ થયેલું આંદોલન ક્યારેય પેપર લીક મુદ્દે હતું જ નહીં. શાણા-સમજુ લોકોને આંદોલન શરૂ થયું તે પહેલાંથી જ ખ્યાલ આવી ગયો હતો કે, આ શાહિન બાગ અને ખેડૂત આંદોલન જેવો જ પ્રયાસ છે. હવે એ બાબતે કોઈ શંકા ન રહેવી જોઈએ કે, આ કોઈ વિદ્યાર્થી આંદોલન નથી. આંદોલનમાં છાપેલ કાટલાં જેવા ઢોંચા પહોંચ્યા એ જોઈને જ આંદોલનનો અસલી રંગ દેખાઈ ગયો. જો કોઈ ચળવળને અભિનેતા પ્રકાશ નસીરૂદ્દીન શાહ, સિન્હા, સ્વરા ભાસ્કર, હુમા કુરેશી જેવાં લોકો અને કુખ્યાત આંદોલનજીવી યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, સોનમ વાંગચુક જેવાં દેશવિરોધી તત્ત્વો પ્રોત્સાહન આપી રહ્યાં હોય તે અરાજકતા માટે જ હોય. આ બધાં ડાબેરીઓ મૂળે તો નેશન થિયરીમાં માનતાં જ નથી. એમનાં મતે સરહદો માત્ર મનુષ્યોએ તાણેલી લીટી છે. એટલે જ ભારત નામની ભાવના કે વિભાવનાનો જ તેઓ ઈન્કાર કરે છે. આ સૂગાળવાઓ જંતરમંતર પર પહોંચવાના ચાલું થયા ત્યાં જ સમજદારોને ખ્યાલ આવી ગયો હતો કે, આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માંગને શરૂ થયેલો ખેલ હવે કલમ ૩૭૦ના રીસ્ટોરેશન, ઉમર ખાલીદને છોડવાની માંગ સુધી પહોંચી છે. કોઈ ત્યાં કહે છે કે, ‘સંસદ ઉખાડી દઈશું!’ અનેક લોકો કહે છે, ‘ભારતને નેપાળ બનાવી દેશું’ મેસેજીસ વાયરલ થાય છે કે, એક-બેનાં મોત થાય તો જામી જાય. એક શૂરવીર યુવાનને શૂરાતન ચડયું તો ફૂટપાથ પર હસ્તમૈથુન ચાલું કરી દીધું અને સૂત્રો પોકાર્યા, ‘મેરા લિંગ, મેરી મરજી!’ આશ્વાસન એક જ છેઃ કોઈ જેન-ઝી છોકરીને આવી મરજી થતી નથી.
સુપ્રીમ કોર્ટના જજસાહેબે કહ્યું હતું એ વાત સાચી ઠરી રહી છે : ખરેખર દેશમાં વંદાઓ વધી ગયાં છે. અને આ કોક્રોચને પોષવાવાળા પણ વધી ગયાં છે. કેટલાંક શિખ અને મુસ્લિમો ત્યાં નિયમિત ખાણીપીણીનાં ઢગલાં કરે છે. સ્વિગી-ઝોમેટોના મોટાભાગનાં ફૂડ ઓર્ડર્સ ગલ્ફના દેશોમાંથી અને ખાસ કરીને કતરથી પ્લેસ થઈ રહ્યાં છે. ઠેઠ કતરમાં વંદાઓ પ્રત્યે આટલો અઢળક પ્રેમ કોને ઉભરાઈ રહ્યો છે?
- Advertisement -
વિરોધ પક્ષો, કેજરીવાલો, રાહુલો, અખિલેશો બળતામાં પેટ્રોલ હોમવાની એક તક પણ છોડતાં નથી. જંતરમંતર જાણે પાકિસ્તાનનો એક હિસ્સો બની ગયું હોય તેવો ઘાટ છે. પોલીસ પર પથ્થરમારો થઈ રહ્યો છે. વાહનોમાં તોડફોડ થઈ રહી છે. અને આ કશુંય અચાનક થયું નથી.
અર્નબ ગોસ્વામીએ પોતાનાં શૉમાં અમેરિકન ડીપ સ્ટેટની આખી ટૂલ કિટ દેખાડી છે. તેમાં કઈ તારીખે શું થશે, ક્યારે તોફાન શરૂ થશે, કોણ શું કરશે તેની બધી વિગતો છે. આ સંયોગ નથી, વધુ એક પ્રયોગ છે. બેશક, ધર્મેન્દ્ર પ્રધાનની તરફેણમાં હું બિલકુલ નથી. પેપર લીક કરનાર માટે ફાંસીની સજા હોવી જોઈએ એવું હું દઢતાપૂર્વક કહું છું. પરંતુ જંતરમંતર પર જે દૃશ્યો સર્જાયા છે એ પેપર લીક કરતાં પણ વધુ ગંદા છે. ચિત્ર અત્યંત ખરાબ છે. સવાલ એ છે: યહ કૌન ચિત્રકાર હૈ?




