By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    23 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    23 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ
ગુજરાત

ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ

Khaskhabar Editor
Last updated: 2026/06/18 at 2:18 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

ગાંધીનગરના માણસા ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

રાજ્યભરમાં ૧૪થી ૨૦ જૂન સુધી ‘યોગ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી

- Advertisement -

૧૭ મહાનગરપાલિકા, ૩૩ જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગથી રચાશે નવો રેકોર્ડ

ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને ગુજરાત સરકારે રાજ્યભરમાં ભવ્ય અને વ્યાપક આયોજન હાથ ધર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત આ વર્ષે યોગ દિવસને વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને ઉજવવામાં આવશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં યોજાશે, જેમાં ૪ હજારથી વધુ નાગરિકો સહભાગી બનશે.

- Advertisement -

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ રાખવામાં આવી છે. આ થીમને કેન્દ્રમાં રાખીને રાજ્યભરમાં વિવિધ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૦થી વધુ મોટા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે, જ્યારે યોગ દિવસ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૪ હજાર જેટલા કાર્યક્રમો યોજાવાના છે. તેમણે જણાવ્યું કે શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઉદ્યોગ સંસ્થાઓ, બગીચાઓ અને જાહેર સ્થળોએ યોગ અંગે જાગૃતિ અને સામૂહિક અભ્યાસના કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારનો હેતુ યોગને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો છે જેથી વધુમાં વધુ લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધે.

હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગાભ્યાસમાં ભાગ લેવાના છે. આ માટે જિલ્લાવાર કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, યોગ સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંગઠનોના સંકલનથી અનેક સમિતિઓ કાર્યરત છે, જે કાર્યક્રમોની સફળતા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી ‘યોગ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન સમાજના વિવિધ વર્ગોને આવરી લેતા વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સફાઈ કર્મચારીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતો સહિતના વર્ગોને કેન્દ્રમાં રાખીને કુલ ૧૨ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ૧૦ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના બે કાર્યક્રમો આગામી દિવસોમાં યોજાશે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લાઓના તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. યોગ દિવસને લોકોત્સવનું સ્વરૂપ આપવા માટે રાજ્યવ્યાપી સ્તરે તૈયારીઓ પૂર્ણતાની નજીક પહોંચી રહી છે. આ આયોજનની ઝાંખીરૂપે આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વિશાળ સામૂહિક યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫ હજારથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમને યોગ દિવસ પૂર્વેના મહત્વપૂર્ણ આયોજન તરીકે જોવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની વિદેશ મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વિદેશી ધરતી પર યોગ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે યોગની વૈશ્વિક સ્વીકૃતિ અને ભારતીય સંસ્કૃતિના વધતા પ્રભાવનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું કે આજે વિશ્વભરમાં ભારતીય યોગ શિક્ષકોની માંગ સતત વધી રહી છે અને યોગ ક્ષેત્ર રોજગારીની નવી તકો પણ ઊભી કરી રહ્યું છે.

ગુજરાત યોગ બોર્ડની કામગીરીની પ્રશંસા કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે સામાન્ય નાગરિકો રોજિંદા જીવનમાં યોગ અપનાવી શકે તે માટે બોર્ડ દ્વારા તાલીમ, માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે યોગ બોર્ડના ચેરમેન તથા સમગ્ર ટીમને રાજ્યમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આમ, ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ગુજરાતમાં જનભાગીદારીના મહોત્સવ તરીકે ઉજવવા માટે રાજ્ય સરકાર દ્વારા બહોળા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખો લોકો સ્વસ્થ અને સંતુલિત જીવન માટે યોગ સાથે જોડાશે.

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ
Next Article હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?