By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    6 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    2 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    2 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન સુખાકારીના વિકાસકામો દ્વારા પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ: નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જન સુખાકારીના વિકાસકામો દ્વારા પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ: નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ
ગુજરાત

જન સુખાકારીના વિકાસકામો દ્વારા પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ: નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ

Khaskhabar Editor
Last updated: 2021/06/17 at 3:29 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૮ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હુત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્ય મંત્રી
 ભરૂચ ખાતેના ‘‘નર્મદા મૈયા બ્રીજ’’નું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે
 રાજ્યભરમાં રૂા. ૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના વિવિધ કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ
 કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી
 ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું અને રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઉમરેઠ સરકીટ હાઉસનું લોકાર્પણ
 રૂા.૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડાકોર જંકશન ફલાયઓવર બ્રિજનું ભૂમિપૂજન
****
નાયબ મુખ્ય મંત્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના વિકાસ કામો થકી પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.

આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુર્હૂત કરતા નાયબ મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનો એવા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતેના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના લોકોને તથા વાહનવ્યવહારને સરળતા થશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે. એ જ રીતે પવિત્રા યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂા. ૭૩ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે તેમજ ઉમરેઠ ખાતે રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકીટ હાઉસ પણ લોકો માટે ઉપયોગી નીવડશે.

- Advertisement -

નાયબ મુખ્ય મંત્રી એ ઉમેર્યું કે, ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્યતન સુવિધાઓ સાથેના અદ્દભૂત વિકાસકામો અમારી સરકાર મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા રસ્તા બનાવવા માટે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટાભાગના ગામડાંઓને આવરી લેવાયા છે. જેના નિર્માણથી ગ્રામ્યસ્તરે પણ પરિવહનની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.

તેમણે ઉમેર્યું કે, ભરૂચ જિલ્લામાં મીઠા પાણીનો સોર્સ પ્રાપ્ત થાય એ માટે ભાડભૂત બેરેજની કામગીરી પણ ચાલુ કરી દીધી છે તથા અંકલેશ્વર-રાજપીપળાના માર્ગનું રૂા. ૧૦૦ કરોડના કામ માટે પણ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે અને ભરૂચ-શ્રવણ ચોકડી પાસે પણ ટ્રાફિકનું નિવારણ થાય એ હેતુસર ઓવરબ્રીજના નિર્માણ માટે ડી.પી.આર. બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઇ છે. જેના પરિણામે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત નવીન ચાર માર્ગીય ૧૧૦૦ મીટર લંબાઇના આધુનિક રેલવે ઓવરબ્રીજ પરથી દૈનિક ૧૦૦ થી ૧૫૦ ટ્રેનો પસાર થતી હોવાના કારણે જે ટ્રાફિક સમસ્યા હતી એ દૂર થશે અને આસપાસના અંદાડા, સામોર, માંડવા, કોસિયા, સુરવાડી તથા અંકલેશ્વર શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં રાહત થશે. એ જ રીતે ડાકોર જંકશન પર રૂા. ૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ફલાય ઓવર બ્રીજમાં કપડવંજ, સેવાલીયા અને ઉમરેઠ તરફ સર્વિસ રોડની જોગવાઇ કરાઇ છે.

- Advertisement -

આ કાર્યક્રમમાં ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા, સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રાણાએ તથા ડાકોર ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ, રતનસિંહ રાઠોડ, મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ગોવિંદભાઈ પટેલ અને કાંતિભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચનો કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી સ્વાગત પ્રવચન માર્ગ-મકાન વિભાગના સચિવ સંદીપ વસાવાએ કર્યું હતું. આ વેળાએ માર્ગ-મકાન વિભાગના મુખ્ય ઇજનેર એન. કે. પટેલ, પટેલીયા અને જિલ્લા મથકોએ પદાધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલીપ ગજ્જર/દિનેશ ચૌહાણ

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના એકમાત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ભારત-પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સીમાદર્શન અંતર્ગત રૂ. ૧૨૫ કરોડના અંદાજિત ખર્ચે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે
Next Article ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ જીલ્લા અને તાલુકા કક્ષાએ આશરે 1200 થી વધુ કેન્દ્રો પર વેકસીનેશન શરુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?