By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના ૩ તાલુકાના ૪૫ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ભરાશે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના ૩ તાલુકાના ૪૫ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ભરાશે.
ગુજરાત

રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના ૩ તાલુકાના ૪૫ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ભરાશે.

Khaskhabar Editor
Last updated: 2021/06/07 at 11:01 AM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

વાત્રક જળાશય આધારીત મેઘરજ, માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટેની રૂ.૧૧૭ કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપતા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી

૪૬૯૫ એકર જમીનને મળશે બારમાસી સિંચાઇ લાભ

- Advertisement -

૨૦૧૬ થી ૨૦૨૦ ના ચાર વર્ષમાં આદીજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા ૬૬૦૦ કરોડ ની ૧૬૪૪ યોજનાઓથી ૫.૪૩ લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા મુખ્યમંત્રી

રાજ્યના ૧૪ વનબંધુ જિલ્લાઓમાં ૫૪ તાલુકાના ડુંગરાળ અને ઉંચાઇએ આવેલ આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ સુવિધા અને પાણીની ઉપલબ્ધતા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગવી પ્રતિબદ્ધતા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયની ઉપરવાસમાં આવેલા મેઘરજ , માલપુર મોડાસા ને ખેતીવાડી માટે સિંચાઇ ની સુવિધા આપવા ૧૧૭ કરોડ રૂપિયાની ઉદ્દવહન યોજનાને મંજૂરી આપી છે.
આ યોજના અંતર્ગત મેઘરજ ના ૧૯ ,માલપુર ના ૩૬ અને મોડાસા ના ૫ તળાવ મળી કુલ ૪૮ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ઉદ્દવહન સિંચાઇ મારફતે ભરવામાં આવશે
એટલું જ નહિ સિંચાઇથી વંચિત એવા ૪૬૯૫ એકર વિસ્તારને સિંચાઇના પાણીની બારમાસી સુવિધા મળતી થશે
આ યોજનાથી મેઘરજ અને માલપુર તાલુકાના આદિજાતિ વિસ્તારના ખેડૂતને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થશે.

- Advertisement -

મુખ્યમંત્રીએ રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ૫૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા વન બંધુઓને સિંચાઇના પાણી તથા પીવાના પાણીની ઉપલબ્ધિ માટે ચાર વર્ષમાં રૂપિયા 6642 કરોડ ના માતબર ખર્ચે નાની મોટી૧૬૪૪ યોજનાઓ મારફત કુલ ૫,૪૩,૦૬૭ એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા
આદિજાતિ કલ્યાણની નેમ રાખી છે
રાજ્યના ૧૪ જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના પ૪ તાલુકાઓમાં આદિજાતિ વિસ્તારો મોટાભાગે ઉંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે.
મુખ્યમંત્રીશ્રી એ આ વિસ્તારોમાં સિંચાઇના પાણી માટેની સમસ્યા વારંવાર ઉપસ્થિત થતી હોવાથી તેના નિરાકરણ માટે સંવેદનશીલ અભિગમ અપનાવી વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૦ ના ચાર વર્ષ દરમ્યાન નાની સિંચાઇયોજનાઓ હાઇ લેવલ કેનાલ, નાનામોટા ચેકડેમો, લીફ્ટ ઇરીગેશન સ્કીમ તથા ઉદ્દવહન સિંચાઇ યોજનાના કામો મોટાપાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને પ્રેરીત કર્યા છે

તદનુસાર, મુખ્યત્વે ૧૩ મોટી ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ, ૩૪૪ લીફ્ટ ઇરીગેશન સ્કીમ ર૩૮ નાની મોટી સિંચાઇ યોજનાઓ, ૪૩૨ નાના મોટા ચેકડેમો તેમજ ૬૧૭ અનુશ્રવણ તળાવોમાંથી વનબંધુ વિસ્તારોની ૫,૪૩,૦૬૭ એકર જમીનને સિંચાઇનો લાભ પહોંચાડવાની વિવિધ યોજનાઓ પ્રગતિમાં કે પૂર્ણતાના તબક્કે છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવા વનબંધુ વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા માટે હવે વધુ એક સંવેદના પૂર્ણ અભિગમ દર્શાવીને મધ્ય ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાને હરીયાળા બનાવવા રૂ. ૧૧૭.૧૩ કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપી છે.
અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક જળાશયમાં પાણીની ઉપલબ્ધિ હોવા છતાં આ વિસ્તારમાં સિંચાઇ માટે પૂરતુ પાણી આપી શકાતું ન હતું
બહુધા આ વિસ્તાર ડુંગરાળ હોવાથી વરસાદી પાણી નદીમાં વહી જાય છે અને સિંચાઇ કે પીવાના પાણી ની સમસ્યા રહે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આ સમસ્યા અંગે રજૂઆત આવતા તેમણે આ વિસ્તારના આગેવાનોએ કરેલી રજૂઆતોનો સંવેદના પૂર્ણ પ્રતિસાદ આપીને આ યોજના મંજૂર કરી છે.
વિજય ભાઈ રૂપાણી ના આ નિર્ણય ને પરિણામે મેઘરજ માલપુર અને મોડાસા તાલુકા ના કુલ મળીને ૪૮ ગામો ને લિફ્ટ ઇરીગેશન થી સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે પાણી મળતું થશે.
એટલું જ નહીં ખેડૂતો કપાસ,તુવેર, ઘઉ, મકાઈ જેવા પાક માટે પૂરતું પાણી મેળવી ને વધુ પાક ઉત્પાદનથી વધુ આવક રળી શકશે.
આ ઉપરાંત ખેડૂતો ને હવે ઉનાળામાં પણ પાક લેવાની સરળતા થશે અને પશુ પક્ષીઓ તથા માનવ વસતીને પીવાનું પાણી પણ પર્યાપ્ત માત્રામાં મળતું થશે.
મુખ્યમંત્રી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જલુંદ્રાથી કોજણ ડેમ થઇ હિંમતનગર તાલુકા ના રાયગઢ સુધીની ઉદ્દવહન સિંચાઇ યોજનાની રૂ.૨૩૪.૩૭ કરોડની મંજૂરી આપવામાં આવી છે .જેનાથી સાબરકાંઠા જિલ્લાના ૭૪૦૦ એકર વિસ્તારને સિંચાઇ સુવિધા પ્રાપ્ત થશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રી સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ- વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું
Next Article ગોંડલમાં ૨૨ લાખની છેતરપિંડી, વાંચીને હોશ ઉડી જશે આખી ઘટના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?