25 લાખની મત્તાની ઉઠાંતરી, 6 પોલીસ કર્મીઓ સસપેન્ડ
ખાસ-ખબર સંવાદદાતા
ઘરો અને દુકાનોમાં તો તસ્કરો ચોરી કરતા હોય છે પણ યુપીના આગ્રામાં તો ચોરોએ પોલીસ મથકમાં જ ચોરી કરીને પોલીસની આબરૂના ધજાગરા કરી નાંખ્યા છે. મળતી વિગતો પ્રમાણે આગ્રાનાં જગદીશપુરા પોલીસ મથકની તિજોરી તોડીને તસ્કરો 25 લાખની મત્તાની ઉઠાંતરી કરી ગયા છે. પોલીસ મથકમાં જ ચોરીની શરમજનક ઘટના બાદ ઉપરી અધિકારીઓએ પોલીસ મથકના ઈન્સેપક્ટર સહિત 6 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલામાં હાલમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે પણ કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
જે 25 લાખ રૂપિયાની મત્તા ચોરાઈ છે તે ચોરીની એક ઘટનામાં પકડાયેલા આરોપી પાસે રિકવર કરવામાં આવ્યા હતા. આ રકમને તિજોરીમાં મુકવામાં આવી હતી.



