ગત વર્ષે 13592 હેક્ટર ખરીફ વાવેતર પૈકી 5236 હેક્ટરમાં મગફળી,6906 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું હતું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
તાલાલા પંથકમાં વાવણીલાયક વરસાદ બાદ પંથકના 45 ગામની 14334 ખુલ્લી જમીનમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે.તાલાલા પંથકની ખેડવાણલાયક કુલ 26534 હેક્ટર પૈકી 12200 હેક્ટરમાં કેસર કેરીના બગીચા પથરાયેલ છે.બાકી રહેતી 14334 ખુલ્લી જમીનમાં ખેડૂતોએ ખરીફ વાવેતર શરૂ કર્યું છે. તાલાલા પંથકના વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે આ વર્ષે સોયાબીનના વાવેતરમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.તાલાલા પંથકમાં ગત વર્ષે 45 ગામમાં 13592 હેક્ટરમાં ખરીફ વાવેતર થયું હતું જે પૈકી 5236 હેક્ટરમાં મગફળી,6909 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર ખેતિવાડી શાખામાં નોંધાયું હતું.આ વર્ષે ગત વર્ષ કરતાં સોયાબીનના વાવેતરમાં વધારો થયાનું જાણવા મળે છે.