કેન્દ્રથી લઈને પ્રદેશના નેતાઓનો ફોજ ઉતરી પડી હતી છતાં ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર ફરી ભાજપ માટે આંચકા રૂપ આવ્યું છે અને ભાજપમાં સોપો પડી ગયો છે એક તરફ કેન્દ્ર થી લઈને પ્રદેશના નેતાઓનો ફોજ ઉતરી પડી હતી છતાં ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.જયારે મતદારો ગોપાલ પર વરસ્યા હતા અને ફરી ભાજપનો વનવાસ યથાવત જોવા મળ્યો છે. જયારે કોંગ્રેસની કારમી હાર થતા કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થઇ છે અને જૂનાગઢ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલની હાર થતા આપ ગેલમાં આવી ગઈ છે. ભાજપને પહેલા છ રાઉન્ડ સુધી લીડ જાળવી રાખી હતી પરંતુ ત્યાર પછી આપથી આગળ ન થઈ શકાયા હતા ભાજપને કોંગ્રેસ અને આપણા જીતેલા ઉમેદવારોને ખરીદવાની નીતીને લોકોએ જાકારો આપ્યો હતો જયારે જૂનાગઢ ગામડાઓમાંથી ભાજપને લીડ નીકળવાની આશા ઠગારી નીકળી હતી અને ભેંસાણ અને વિસાવદરના મતદારોએ આપ ઉપર બીજી વખત વિશ્વાસ મુક્યો છે અને કિરીટ પટેલ સતત ત્રીજી વખત વિસાવદરમાં ભાજપને જીતાડી શક્યા ન શકતા પાર્ટીમાં હવે આત્મમંથનની જરુર છે. તેવી રાજકીય વિસેશયજ્ઞ માની રહ્યા છે.
- Advertisement -
વિસાવદર વિધાનસભા 2002થી 2025 સુધીનું ગણિત: 2002 અને 2007ની ચૂંટણીઓમાં ભાજપના કનુભાઈ ભાલાળાએ સતત જીત મેળવી હતી જયારે 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની કેશુભાઈ પટેલની જીત થઇ હતી 2012માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી (ૠઙઙ) બનાવી અને આ બેઠક પરથી ફરીથી ધારાસભ્ય બન્યા તેમજ 2017માં કોંગ્રેસમાંથી હર્ષદ રિબડીયાની આ બેઠક જીતી હતી, પરંતુ 2022 ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીએ આ બેઠક પર જીત મેળવી હતી, જેમાં તેમણે ભાજપના હર્ષદ રીબડીયા અને કોંગ્રેસના કરશન વડોદરિયાને હરાવ્યા હતા. બાદ ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણી થઈ હતી. જયારે હવે 2025માં ફરીથી આ સીટ આમ આદમી પાર્ટના ગોપાલ ઈટાલીયાની જીત થતા ફરી ભાજપ આ સીટ પર સત્તા મેળવવામાં નિષ્ફ્ળ રહી છે.