બિલ્ડિંગ પ્લાન મુજબ કશું ન થયું, ઑફિસ ધારકો છેતરાયા
આર.કે. પ્રાઈમ-2નાં નક્શામાં ટેરેસ પર ટુ-વ્હીલરનું પાર્કિંગ દર્શાવ્યું છે
- Advertisement -
ઑફિસ ધારકો પાસેથી પાર્કિંગનાં પૈસા ઉઘરાવતાં બિલ્ડરો વિરૂદ્ધ RERAમાં ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા મહાપૂજાધામ ચોક પાસે આર.કે. પ્રાઈમ-2ના બિલ્ડરોએ ઓફિસ ધારકો પાસેથી પાર્કિંગના પૈસા ઉઘરાવતા રેરામાં ફરિયાદ દાખલ થઈ છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આર.કે. પ્રાઈમના બિલ્ડરોએ ઓફિસ ધારકો પાસેથી અગાઉ પાર્કિંગના રૂપિયા ઉઘરાવી લેતા ઓફીસ ધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે. રેરા તથા મહાનગરપાલિકાના નિયમો મુજબ બિલ્ડરો ઓફીસ ધારકો પાસેથી પાર્કિંગના નામે પૈસા ઉધરાવી શકતા નથી. બિલ્ડીંગ પ્લાન મુજબ સાતમા માળે ટુ વ્હીલર પ્લાનિંગ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ત્યાં ટેરેસ પાર્કિંગના સ્થાને ફક્ત ટેરેસ બનાવાતા ઓફીસ ધારકોએ રેરા તથા મહાનગર પાલિકામાં રજૂઆત કરી છે. જ્યારે નીચેથી સાતમા માળે પહોંચવા માટે ફાયર વ્હીક્યુલર લિફ્ટ પણ બિલ્ડિંગ પ્લાનમાં દર્શાવેલી છે છતા પણ ત્યાં વ્હીક્યુલરના સ્થાને સાદી લિફ્ટ મુકવામાં આવી છે. આર.કે. પ્રાઈમ-2માં સુવિધાના નામે હાલ મીંડુ છે. આર.કે. પ્રાઈમના બિલ્ડરોએ સરેઆમ ટાઉન પ્લાનીંગના નિયમોનો ઉલાળિયો કર્યો છે. આર.કે. પ્રાઈમ-2ના પ્લાન મુજબ પાર્કિંગ ટેરેસ પર પણ દર્શાવ્યું છે. પરંતુ હકીકતમાં ટેરેસ પર પાર્કિંગ કરવામાં આવ્યું નથી. છતા પણ મહાનગર પાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી.
- Advertisement -