By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    6 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    7 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    7 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    7 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વીગન : માનવીએ શરુ કરેલ સંવેદનાની સફરનું પરિણામ સફળ બની શકશે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વીગન : માનવીએ શરુ કરેલ સંવેદનાની સફરનું પરિણામ સફળ બની શકશે ?
ગુજરાત

વીગન : માનવીએ શરુ કરેલ સંવેદનાની સફરનું પરિણામ સફળ બની શકશે ?

Khaskhabar Editor
Last updated: 2020/12/19 at 3:54 PM
Khaskhabar Editor 6 years ago
Share
11 Min Read
SHARE

વીગન, એટલે પ્રાણીઓના બલિદાન વિનાની તેવી દુનિયા કે જ્યાં જરૂરિયાતનું સ્થાન સંવેદના લે છે.. 

એક અબોલ જીવાત્માને જયારે ખ્યાલ આવે કે, તેને થોડી ક્ષણોમાં એક કમકમાટીભર્યા મોતને હવાલે કરવામાં આવશે? તેનાથી શક્તિશાળી હાથ તેના અબોલપણાનો ફાયદો ઉઠાવી તેના લાભ માટે ઠંડે કલેજે તેનું કતલ કરશે? ત્યારે મોટાભાગના લોકો તેમ માનતા હોય છે કે, પશુ-પક્ષીઓને જેમ જીભ નથી આપી તેમ કદાચ સંવેદના કે વિચારવાની શક્તિ પણ નહી જ આપી હોય.. પરંતુ કેટલાક અભ્યાસો અને જીવદયા પ્રેમીઓ જણાવે છે કે, તેમને તેમના થનારા બેરહમ મોતનો અંદાજ આવી જતો હોય છે, અને તેથી તેઓ ડરના માર્યા કેટલીકવાર ચિત્કાર કરી ઉઠે છે કે, પછી તે વસમી વેળાએ બેભાન જેવી સ્થિતિમાં આવી જતા હોય છે.

જો, કે શાકાહારી કે પ્યોર વેજ. લોકો માટે આવી કલ્પના પણ તેમને હલબલાવી જાય છે. પરંતુ નોનવેજ ખાનારો  ક્લાસ તેમ સમજીને જ મીટ આરોગે છે, કે કુદરતે અનાજ, શાકભાજી અને અન્ય ખાવાની ચીજોની જેમ જ આ લોકોને ખાવા માટે જ બનાવ્યા છે. આ એક આહાર કડીનો ભાગ જ છે. અને માછલી, મરઘીઓ, કે ઘેટાં-બકરાઓને ખાવામાં ન આવે તો પૃથ્વી પર તેમની બેફામ સંખ્યા વધી શકે છે. અને આવા તર્ક સાથે જ આ વર્ગ જાત-જાતના અને ભાત -ભાતના પ્રાણીઓ આરોગે છે. કેટલાય સમુદાય પશુ-પક્ષીઓને જીવતા લાવીને કાપીને ખાય છે તો કેટલાય લોકો ખાય તો છે પરંતુ  જીવનભર રેડીમેડ લાવીને જ ખાય છે. તેથી તેમને તેમની સંવેદના ખાસ સ્પર્શતી નથી.

- Advertisement -

વેલ, મનુષ્ય તેના પૃથ્વી પરના આગમનથી જ પ્રાણીઓને ખાતો આવ્યો છે. પરંતુ આજે આપણે કદાચ નસ્ત્રહોમો સેપિયન્સસ્ત્રસ્ત્ર  વાળા કેરેકટરની એક તેવી પરાકાષ્ઠાએ આવી પહોંચ્યા છીએ કે, જ્યાં વિચારશક્તિમાં સંવેદનાનો સમાવેશ થવા લાગ્યો છે. માનવીથી માનવી જ નહીં બલ્કે અબોલ પશુ-પક્ષીઓની સંવેદના પણ આપણા આત્માને સ્પર્શી રહી છે, કહી રહી છે કે, અમને પણ જીવવાનો હક છે…અમે માત્ર એક ખોરાક નથી. એક ધબકતી જિંદગી છીએ..જેને વેદના થાય છે, મૃત્યુનો ડર લાગે છે. અને માનવીને સ્પર્શી ગયેલી તેમની કરુણતાને   કારણે આજે દુનિયાભરમાં અને ભારતમાં પણ કેટલીય સેલિબ્રેટીઓ વેજેટેરીઅન થઇ ચુકી છે. એનિમલ પ્રોટેક્શનની કસમ આ લોકો ખાઈ ચુક્યા છે. અને પેટા જેવી સંસ્થાઓ સાથે પણ જોડાઈ ચુક્યા છે. જેમાં આ લિસ્ટ લાબું થતું જઈ રહ્યું છે.

પરંતુ જેકવેલીન ફર્નાન્ડિસ, અનુષ્કા શર્મા, કંગના રનોત, શાહિદ કપૂર, જોન અબ્રાહમ, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહ, સોનમ કપૂર. આલિયા ભટ્ટ ..જેવા ભારતીય સેલેબ્રિટીઓના જ નામ અહીં લખ્યા છે. જેઓ જીવદયા પ્રેમી બનવાની કસમ ખાઈ ચુક્યા છે. જો, કે આ તો સેલેબ્રિટીઝની વાત થઇ કે, જેઓ સમાજ માટે ક્યાંક ઉદાહરણ બની શકે. બાકી સામાન્ય લોકોમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પ્રજા તો આમાં  પહેલેથી જ મોખરે છે. પરંતુ દુનિયાભરમાં હવે પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાને ધ્યાનમાં રાખી કે તેમના જીવવાના હકને સમ્માન આપતા લોકો   વેજિટેરિઅનથી પણ એક કદમ આગળ નસ્ત્રવીગન નસ્ત્ર બનવા લાગ્યા છે. આજે ધીમા પણ મક્કમ પગલે હજારોમાં થી લાખો લોકો વીગન બનવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નોંધવું રહ્યું કે, વીગન તે ચુસ્ત શાકાહારી લોકો છે, કે જેઓ મધ, દૂધ, , છાસ, ચીજ જેવી કોઈપણ પ્રાણીઓ આધારિત પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરતા નથી.

ત્યારે રસપ્રદ તે બનવા જઈ રહ્યું છે કે, વધતા વીગન પ્રેમીઓને કારણે વિશ્વભરમાં વીગન બિઝનેસ માટે ઑપચ્ર્યૂનિટિ ખુલવા જઈ રહી છે. આ પ્રોડક્ટ્સમાં ખાસ તો પ્રાણીઓના દૂધથી બનતી ડેરી પ્રોડક્ટ્સને બદલે દૂધ વિનાનો આઈસ્ક્રીમ, ચીઝ  વિનાના પિત્ઝા , ક્રીમ વગરની મીઠાઈઓ અરે વાત આટલેથી જ નથી અટકતી બલ્કે વીગન કપડાં બનાવવા સુધી ની કવાયતો હાથ ધરવામાં આવી રહી છે.અને આ લિસ્ટ ઓછામાં ઓછું 800 જેટલી ચીજ-વસ્તુઓ નો સમાવેશ થઇ ચુક્યો છે .. ત્યારે એક આશઁકા તે પણ જાગે છે કે, પ્રાણીઓના દૂધ, માંસ , ઉન, ચામડાની ચીજ વસ્તુઓ, દવા ક્ષેત્રે પ્રાણીઓનો ઉપયોગ મતલબ કે, અગર ગણતરી માંડીએ તો આપણી ખુશહાલ જિંદગીમાં ક્યાંકને ક્યાંક પ્રાણીઓનો ભોગ જવાબદાર હોય છે…ત્યારે શું તે આસાન હશે કે, પ્રાણીઓને પણ મિત્ર સમજી જીવવા દેવામાં આવે??

- Advertisement -

જો, કે અત્યારે આ કહેવું મુશ્કેલ છે …કેમ કે, બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને મેડિકલ જગતમાં પ્રાણીઓ પરનું ટેસ્ટિંગ એક અનિવાર્ય બાબત છે. આપણે સારી રીતે જીવવું હશે તો પ્રાણીઓને તો ઉપયોગમાં લેવા જ પડશે. તેવી આજની સ્થિતિ છે. બાકી જ્યોર્જ બર્નાડ શો તેમ કહેતા આવ્યા છે કે, પ્રાણીઓ તો મારા મિત્રો છે હું, તેમને કેવી રીતે ખાઈ શકું? પરંતુ શું દરેક ક્ષેત્રે પ્રાણીઓ વિના પ્રવીણતા હાંસલ કરી શકાશે? તેમના વિના અનેક  કામો , જરૂરિયાતો પુરી કરી શકાશે? કદાચ આસાન તો નથી જ…પરંતુ અશક્ય કઈ જ નથી હોતું..સમય જરૂર લાગે છે. પડેલી ટેવમાંથી મુક્ત થતા, પરંતુ પોતાના પેટને મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવવું કદાચ હવે અસહ્ય બને તેમ બની શકે..

એની વે, દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં  માંસાહાર પણ સિલેક્ટેડ પ્રાણીઓ સુધી સીમિત છે. બાકી, કોરોના કાળમાં ચીનનું ચારિત્ર્ય પ્રાણીઓના હનન મામલે બહાર આવતા મોસાહારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જો, કે ભારત એક પરંપરાવાદી અને સંસ્કારી રાષ્ટ્ર હોવાથી અહીં માંસાહાર અને કતલખાના હમેંશા વિવાદનો વિષય રહ્યા છે. તેમછતાં ભારતમાં હાલ લગભગ 1176 જેટલા કતલખાના ધમધમે છે. અને મીટ એકપોર્ટ્સમાં  ભારત દુનિયામાં  બીજા સ્થાન પર છે.

ત્યારે ગુજરાતમા પણ અવાર-નવાર ઘેંટા બકરા લઇ જતી ગાડીઓ પકડાય છે. અને હજારો પશુઓને કતલખાને લઇ જતા અવાર-નવાર બચવાય છે. પરંતુ આ બચાવવામાં આવેલા પશુઓ ને આશ્રય  માટે આજે પણ જગ્યા શોધવી પડે તેવી હાલત છે. પ્રાણીઓની ક્રુરતાના નિવારણ માટે એસપીસીએ  (સોસાયટી ફોર પ્રિવેંશન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ )  નું બંધારણ કરાયું હતું. પરંતુ આ સંસ્થા પણ કાગળનો વાઘ સાબિત થઇ રહી છે. તેની નિષ્ક્રિયતાને કારણે જ આવા પ્રાણીઓ બેહાલ થાય છે. પાંજરાપોળોના હાલ તો પહેલેથી જ ખરાબ છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે, માનવીઓએ શરુ કરેલ સંવેદનાની આ સફર શું પ્રાણીઓને સાચે જ એક ખલેલ વિનાનું  જીવન  જીવવાનો અધિકાર આપી શકશે? કે વીગન રખેને એક સ્ટેટ્સ બનીને જ રહી જશે??

કોરોના તો યુ હી બદનામ હો ગયા વરના જમાનેમેં દર્દ યુ હી બહોત હૈ ..જી, હા અત્યારે દુનિયાભરમાં તમામ બીમારીઓ, તકલીફો અને સમસ્યાઓ જાણે સમાપ્ત થઇ ચુકયા  છે અને કોરોના એકચક્રી દમનનો કોયડો ઝીંકી રહ્યો છે. પરંતુ ખાસ કરીને ગુજરાતીઓ  માટે તે બાબત કદાચ આંચકાજનક હોઈ શકે કે 9 માસના કોરોના કહેર દરમ્યાન લગભગ 4,160 જેટલા લોકોનો  જીવ ફક્ત કોરોનાને કારણે જ ગયો છે… જો, કે  અમેરિકા માં હાલની સ્થિતિમાં આપણા આ 9 માસના આંકડા જેટલો મૃત્યુઆંક ફક્ત  એક દિવસમાં જોવા મળે છે.

બાય  ધ વે, બીજી તરફ આપણે કોરોના ને કોરાણે મૂકી જાન્યુઆરી 2020 થી નવે. દરમ્યાન કોઈપણ કારણોસર થયેલ કુલ મોતનો આંકડો જોઈએ તો  લગભગ 3.74 લાખ જેટલા ટોટલ મૃત્યુ થયા છે. જેની પાછળ કોઈપણ નાની મોટી બીમારી, અકસ્માત , આત્મહત્યા કે કોઈપણ અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. ત્યારે બની શકે કે, આપણે તેમ માનીએ કે આ પોણા લાખ મૃત્યુ  પ્લસ કોરોના મહામારીને કારણે થયેલ મોતનો સરવાળો અન્ય  વર્ષોની તુલનાએ વધારે હોવો જોઈએ.

પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે, 2020 ની તુલના એ 2019 માં નોંધાયેલા કુલ મોત  4.19 લાખ જેટલા રહ્યા છે. મતલબ કે, પ્રતિદિન 1,271 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. 7 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં 3.9 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. જયારે કે, 2019 માં આખા વર્ષનો મૃત્યુ  આંક 4.6 લાખ જેટલો હતો. જેમાં  આ બંને વર્ષ વચ્ચે 10 %  જેટલા વધુ મોત 2019 માં થયા હતા.  રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા  મૃત્યુ નોંધણીના ડેટા  આધારે આ માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે કદાચ આશ્ચર્ય પણ થાય કે, મહામારી હોવા છતાં આ વર્ષનો મૃત્યુ આંક ગયા વર્ષની સખામણીમાં ઓછો કેમ? એક વિચાર માંગતો પ્રશ્ન છે.

તો જાણી લો કે, કુલ મૃત્યુ આંકમાં લોકો ખાલી બીમારીઓથી જ મરે છે તેવું નથી હોતું. પરંતુ એક બાબત તે પણ છે કે, આપણા નજરઅંદાજીના ખ્યાલના કારણે ક્યાંક મેલેરિયાથી તો ક્યાંક અન્ય નાની-મોટી બીમારીઓ પણ મોતનું કારણ બની શકે છે. જે અંગે વોશિંગટન વિશ્વ  વિધાલયના 2017-18 ના એક રિપોર્ટ મુજબ આ વર્ષ દરમ્યાન ભારતમાં જુદી-જુદી બીમારીઓથી લગભગ 1 કરોડ જેટલા લોકોનું મોત થયું હતું. જેમાં 15 લાખ લોકો ફક્ત હાર્ટ એટેકથી જ મૃત્યુ પામ્યા હતા. અને તેનાથી પણ વધૂ  ચોંકાવનારી બાબત તો તે છે કે, તે વર્ષે સવા સાત લાખ લોકો ડાયેરિયા જેવી બીમારી જ મોતને ભેટ્યા હતા. ત્યારે આ આંકડા જોઈ લોકો કદાચ કોરોનાણે કોસવાનું બંધ કરે..કેમ કે, ડાયેરિયા જેવી ક્ષુલ્લ્ક બીમારી જ જો મોત નું કારણ બનતી હોય તો ખામી ક્યાંક આપણી સ્વસ્છતા અને નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની પણ છે.

વેલ, રોગચાળા સિવાય દેશમાં રોડ અકસ્માતમાં પણ દર એક મિનિટે એક ગંભીર અકસ્માત થાય છે. અને લગભગ અંદાજિત દર એક કલાકે 16 જેટલા લોકો માર્ગ અકસ્માતમાં મોતને પામે છે . તો 1214 જેટલા રોડ ક્રેશીશ  દિવસ દરમ્યાન બનતા રહે છે. 14 વર્ષની અંદરના દરરોજ 20 જેટલા બાળકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. (સોર્સ :નેશનલ કરાઈમ બ્યુરો , મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન  એન્ડ હાઇવે ) જો કે, આ સિવાય રોડ-રસ્તા પરના ખાડા, રખડતા ઢોરો પણ  આવા અકસ્માતોનું અને મોતનું કારણ બને છે..મતલબ ક્યાંક બેદરકારી પણ આપણા પર તેટલી જ હાવી હોય છે. કોરોના ને કારણે આ વર્ષે અકસ્માતોના આંકડા નહિવત બન્યા છે, જે આપણી બેદરકારીની ચાડી ખાય છે.

અને આખરમાં, કોરોના વૈશ્વિક મહામારીએ આપણને ક્યાંક  હંફાવી દીધા છે, ત્રાસગ્રસ્ત કર્યા  છે,  આર્થિક રીતે પાયમાલ અને ખુવાર કર્યા છે. તો સાથે સાથે જીવવાની, સલામતીની, સ્વચ્છતાની , અને અન્ય ઘણી તેવી તેવો પાડવા પણ મજબુર કર્યા છે.  કે, જેનાથી આગામી સમયમાં કોરોના નહી  હોય તો પણ આપણે એક જાગૃત નાગરિક બની શકીશું. સ્વચ્છતાને પ્રાધન્ય આપીશું તો  ડાયેરિયા, મલેરિયા અને કોલેરા મોતનું કારણ નહી બની શકે .. દરકારી રાખીશું તો અકસ્માતો ઘટશે.. અન્યથા બારબાદીઓ કે  મંજર ઓર ભી હૈ… તે ના ભુલાય ..

 

You Might Also Like

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્તનપાન કરાવતી માતાઓ માટે આહાર..!
Next Article ગોંડલના વૃદ્ધાશ્રમમાં નિર્વાહ કરતા મુકબધીર વૃદ્ધાના વાલીવારસની શોધ શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાત

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાત

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?