વીગન, એટલે પ્રાણીઓના બલિદાન વિનાની તેવી દુનિયા કે જ્યાં જરૂરિયાતનું સ્થાન સંવેદના લે છે..
એક અબોલ જીવાત્માને જયારે ખ્યાલ આવે કે, તેને થોડી ક્ષણોમાં એક કમકમાટીભર્યા મોતને હવાલે કરવામાં આવશે? તેનાથી શક્તિશાળી હાથ તેના અબોલપણાનો ફાયદો ઉઠાવી તેના લાભ માટે ઠંડે કલેજે તેનું કતલ કરશે? ત્યારે મોટાભાગના લોકો તેમ માનતા હોય છે કે, પશુ-પક્ષીઓને જેમ જીભ નથી આપી તેમ કદાચ સંવેદના કે વિચારવાની શક્તિ પણ નહી જ આપી હોય.. પરંતુ કેટલાક અભ્યાસો અને જીવદયા પ્રેમીઓ જણાવે છે કે, તેમને તેમના થનારા બેરહમ મોતનો અંદાજ આવી જતો હોય છે, અને તેથી તેઓ ડરના માર્યા કેટલીકવાર ચિત્કાર કરી ઉઠે છે કે, પછી તે વસમી વેળાએ બેભાન જેવી સ્થિતિમાં આવી જતા હોય છે.
જો, કે શાકાહારી કે પ્યોર વેજ. લોકો માટે આવી કલ્પના પણ તેમને હલબલાવી જાય છે. પરંતુ નોનવેજ ખાનારો ક્લાસ તેમ સમજીને જ મીટ આરોગે છે, કે કુદરતે અનાજ, શાકભાજી અને અન્ય ખાવાની ચીજોની જેમ જ આ લોકોને ખાવા માટે જ બનાવ્યા છે. આ એક આહાર કડીનો ભાગ જ છે. અને માછલી, મરઘીઓ, કે ઘેટાં-બકરાઓને ખાવામાં ન આવે તો પૃથ્વી પર તેમની બેફામ સંખ્યા વધી શકે છે. અને આવા તર્ક સાથે જ આ વર્ગ જાત-જાતના અને ભાત -ભાતના પ્રાણીઓ આરોગે છે. કેટલાય સમુદાય પશુ-પક્ષીઓને જીવતા લાવીને કાપીને ખાય છે તો કેટલાય લોકો ખાય તો છે પરંતુ જીવનભર રેડીમેડ લાવીને જ ખાય છે. તેથી તેમને તેમની સંવેદના ખાસ સ્પર્શતી નથી.
- Advertisement -
વેલ, મનુષ્ય તેના પૃથ્વી પરના આગમનથી જ પ્રાણીઓને ખાતો આવ્યો છે. પરંતુ આજે આપણે કદાચ નસ્ત્રહોમો સેપિયન્સસ્ત્રસ્ત્ર વાળા કેરેકટરની એક તેવી પરાકાષ્ઠાએ આવી પહોંચ્યા છીએ કે, જ્યાં વિચારશક્તિમાં સંવેદનાનો સમાવેશ થવા લાગ્યો છે. માનવીથી માનવી જ નહીં બલ્કે અબોલ પશુ-પક્ષીઓની સંવેદના પણ આપણા આત્માને સ્પર્શી રહી છે, કહી રહી છે કે, અમને પણ જીવવાનો હક છે…અમે માત્ર એક ખોરાક નથી. એક ધબકતી જિંદગી છીએ..જેને વેદના થાય છે, મૃત્યુનો ડર લાગે છે. અને માનવીને સ્પર્શી ગયેલી તેમની કરુણતાને કારણે આજે દુનિયાભરમાં અને ભારતમાં પણ કેટલીય સેલિબ્રેટીઓ વેજેટેરીઅન થઇ ચુકી છે. એનિમલ પ્રોટેક્શનની કસમ આ લોકો ખાઈ ચુક્યા છે. અને પેટા જેવી સંસ્થાઓ સાથે પણ જોડાઈ ચુક્યા છે. જેમાં આ લિસ્ટ લાબું થતું જઈ રહ્યું છે.
પરંતુ જેકવેલીન ફર્નાન્ડિસ, અનુષ્કા શર્મા, કંગના રનોત, શાહિદ કપૂર, જોન અબ્રાહમ, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહ, સોનમ કપૂર. આલિયા ભટ્ટ ..જેવા ભારતીય સેલેબ્રિટીઓના જ નામ અહીં લખ્યા છે. જેઓ જીવદયા પ્રેમી બનવાની કસમ ખાઈ ચુક્યા છે. જો, કે આ તો સેલેબ્રિટીઝની વાત થઇ કે, જેઓ સમાજ માટે ક્યાંક ઉદાહરણ બની શકે. બાકી સામાન્ય લોકોમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પ્રજા તો આમાં પહેલેથી જ મોખરે છે. પરંતુ દુનિયાભરમાં હવે પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાને ધ્યાનમાં રાખી કે તેમના જીવવાના હકને સમ્માન આપતા લોકો વેજિટેરિઅનથી પણ એક કદમ આગળ નસ્ત્રવીગન નસ્ત્ર બનવા લાગ્યા છે. આજે ધીમા પણ મક્કમ પગલે હજારોમાં થી લાખો લોકો વીગન બનવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નોંધવું રહ્યું કે, વીગન તે ચુસ્ત શાકાહારી લોકો છે, કે જેઓ મધ, દૂધ, , છાસ, ચીજ જેવી કોઈપણ પ્રાણીઓ આધારિત પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરતા નથી.
ત્યારે રસપ્રદ તે બનવા જઈ રહ્યું છે કે, વધતા વીગન પ્રેમીઓને કારણે વિશ્વભરમાં વીગન બિઝનેસ માટે ઑપચ્ર્યૂનિટિ ખુલવા જઈ રહી છે. આ પ્રોડક્ટ્સમાં ખાસ તો પ્રાણીઓના દૂધથી બનતી ડેરી પ્રોડક્ટ્સને બદલે દૂધ વિનાનો આઈસ્ક્રીમ, ચીઝ વિનાના પિત્ઝા , ક્રીમ વગરની મીઠાઈઓ અરે વાત આટલેથી જ નથી અટકતી બલ્કે વીગન કપડાં બનાવવા સુધી ની કવાયતો હાથ ધરવામાં આવી રહી છે.અને આ લિસ્ટ ઓછામાં ઓછું 800 જેટલી ચીજ-વસ્તુઓ નો સમાવેશ થઇ ચુક્યો છે .. ત્યારે એક આશઁકા તે પણ જાગે છે કે, પ્રાણીઓના દૂધ, માંસ , ઉન, ચામડાની ચીજ વસ્તુઓ, દવા ક્ષેત્રે પ્રાણીઓનો ઉપયોગ મતલબ કે, અગર ગણતરી માંડીએ તો આપણી ખુશહાલ જિંદગીમાં ક્યાંકને ક્યાંક પ્રાણીઓનો ભોગ જવાબદાર હોય છે…ત્યારે શું તે આસાન હશે કે, પ્રાણીઓને પણ મિત્ર સમજી જીવવા દેવામાં આવે??
- Advertisement -
જો, કે અત્યારે આ કહેવું મુશ્કેલ છે …કેમ કે, બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને મેડિકલ જગતમાં પ્રાણીઓ પરનું ટેસ્ટિંગ એક અનિવાર્ય બાબત છે. આપણે સારી રીતે જીવવું હશે તો પ્રાણીઓને તો ઉપયોગમાં લેવા જ પડશે. તેવી આજની સ્થિતિ છે. બાકી જ્યોર્જ બર્નાડ શો તેમ કહેતા આવ્યા છે કે, પ્રાણીઓ તો મારા મિત્રો છે હું, તેમને કેવી રીતે ખાઈ શકું? પરંતુ શું દરેક ક્ષેત્રે પ્રાણીઓ વિના પ્રવીણતા હાંસલ કરી શકાશે? તેમના વિના અનેક કામો , જરૂરિયાતો પુરી કરી શકાશે? કદાચ આસાન તો નથી જ…પરંતુ અશક્ય કઈ જ નથી હોતું..સમય જરૂર લાગે છે. પડેલી ટેવમાંથી મુક્ત થતા, પરંતુ પોતાના પેટને મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવવું કદાચ હવે અસહ્ય બને તેમ બની શકે..
એની વે, દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં માંસાહાર પણ સિલેક્ટેડ પ્રાણીઓ સુધી સીમિત છે. બાકી, કોરોના કાળમાં ચીનનું ચારિત્ર્ય પ્રાણીઓના હનન મામલે બહાર આવતા મોસાહારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જો, કે ભારત એક પરંપરાવાદી અને સંસ્કારી રાષ્ટ્ર હોવાથી અહીં માંસાહાર અને કતલખાના હમેંશા વિવાદનો વિષય રહ્યા છે. તેમછતાં ભારતમાં હાલ લગભગ 1176 જેટલા કતલખાના ધમધમે છે. અને મીટ એકપોર્ટ્સમાં ભારત દુનિયામાં બીજા સ્થાન પર છે.
ત્યારે ગુજરાતમા પણ અવાર-નવાર ઘેંટા બકરા લઇ જતી ગાડીઓ પકડાય છે. અને હજારો પશુઓને કતલખાને લઇ જતા અવાર-નવાર બચવાય છે. પરંતુ આ બચાવવામાં આવેલા પશુઓ ને આશ્રય માટે આજે પણ જગ્યા શોધવી પડે તેવી હાલત છે. પ્રાણીઓની ક્રુરતાના નિવારણ માટે એસપીસીએ (સોસાયટી ફોર પ્રિવેંશન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ ) નું બંધારણ કરાયું હતું. પરંતુ આ સંસ્થા પણ કાગળનો વાઘ સાબિત થઇ રહી છે. તેની નિષ્ક્રિયતાને કારણે જ આવા પ્રાણીઓ બેહાલ થાય છે. પાંજરાપોળોના હાલ તો પહેલેથી જ ખરાબ છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે, માનવીઓએ શરુ કરેલ સંવેદનાની આ સફર શું પ્રાણીઓને સાચે જ એક ખલેલ વિનાનું જીવન જીવવાનો અધિકાર આપી શકશે? કે વીગન રખેને એક સ્ટેટ્સ બનીને જ રહી જશે??
કોરોના તો યુ હી બદનામ હો ગયા વરના જમાનેમેં દર્દ યુ હી બહોત હૈ ..જી, હા અત્યારે દુનિયાભરમાં તમામ બીમારીઓ, તકલીફો અને સમસ્યાઓ જાણે સમાપ્ત થઇ ચુકયા છે અને કોરોના એકચક્રી દમનનો કોયડો ઝીંકી રહ્યો છે. પરંતુ ખાસ કરીને ગુજરાતીઓ માટે તે બાબત કદાચ આંચકાજનક હોઈ શકે કે 9 માસના કોરોના કહેર દરમ્યાન લગભગ 4,160 જેટલા લોકોનો જીવ ફક્ત કોરોનાને કારણે જ ગયો છે… જો, કે અમેરિકા માં હાલની સ્થિતિમાં આપણા આ 9 માસના આંકડા જેટલો મૃત્યુઆંક ફક્ત એક દિવસમાં જોવા મળે છે.
બાય ધ વે, બીજી તરફ આપણે કોરોના ને કોરાણે મૂકી જાન્યુઆરી 2020 થી નવે. દરમ્યાન કોઈપણ કારણોસર થયેલ કુલ મોતનો આંકડો જોઈએ તો લગભગ 3.74 લાખ જેટલા ટોટલ મૃત્યુ થયા છે. જેની પાછળ કોઈપણ નાની મોટી બીમારી, અકસ્માત , આત્મહત્યા કે કોઈપણ અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. ત્યારે બની શકે કે, આપણે તેમ માનીએ કે આ પોણા લાખ મૃત્યુ પ્લસ કોરોના મહામારીને કારણે થયેલ મોતનો સરવાળો અન્ય વર્ષોની તુલનાએ વધારે હોવો જોઈએ.
પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે, 2020 ની તુલના એ 2019 માં નોંધાયેલા કુલ મોત 4.19 લાખ જેટલા રહ્યા છે. મતલબ કે, પ્રતિદિન 1,271 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. 7 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં 3.9 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. જયારે કે, 2019 માં આખા વર્ષનો મૃત્યુ આંક 4.6 લાખ જેટલો હતો. જેમાં આ બંને વર્ષ વચ્ચે 10 % જેટલા વધુ મોત 2019 માં થયા હતા. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા મૃત્યુ નોંધણીના ડેટા આધારે આ માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે કદાચ આશ્ચર્ય પણ થાય કે, મહામારી હોવા છતાં આ વર્ષનો મૃત્યુ આંક ગયા વર્ષની સખામણીમાં ઓછો કેમ? એક વિચાર માંગતો પ્રશ્ન છે.
તો જાણી લો કે, કુલ મૃત્યુ આંકમાં લોકો ખાલી બીમારીઓથી જ મરે છે તેવું નથી હોતું. પરંતુ એક બાબત તે પણ છે કે, આપણા નજરઅંદાજીના ખ્યાલના કારણે ક્યાંક મેલેરિયાથી તો ક્યાંક અન્ય નાની-મોટી બીમારીઓ પણ મોતનું કારણ બની શકે છે. જે અંગે વોશિંગટન વિશ્વ વિધાલયના 2017-18 ના એક રિપોર્ટ મુજબ આ વર્ષ દરમ્યાન ભારતમાં જુદી-જુદી બીમારીઓથી લગભગ 1 કરોડ જેટલા લોકોનું મોત થયું હતું. જેમાં 15 લાખ લોકો ફક્ત હાર્ટ એટેકથી જ મૃત્યુ પામ્યા હતા. અને તેનાથી પણ વધૂ ચોંકાવનારી બાબત તો તે છે કે, તે વર્ષે સવા સાત લાખ લોકો ડાયેરિયા જેવી બીમારી જ મોતને ભેટ્યા હતા. ત્યારે આ આંકડા જોઈ લોકો કદાચ કોરોનાણે કોસવાનું બંધ કરે..કેમ કે, ડાયેરિયા જેવી ક્ષુલ્લ્ક બીમારી જ જો મોત નું કારણ બનતી હોય તો ખામી ક્યાંક આપણી સ્વસ્છતા અને નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની પણ છે.
વેલ, રોગચાળા સિવાય દેશમાં રોડ અકસ્માતમાં પણ દર એક મિનિટે એક ગંભીર અકસ્માત થાય છે. અને લગભગ અંદાજિત દર એક કલાકે 16 જેટલા લોકો માર્ગ અકસ્માતમાં મોતને પામે છે . તો 1214 જેટલા રોડ ક્રેશીશ દિવસ દરમ્યાન બનતા રહે છે. 14 વર્ષની અંદરના દરરોજ 20 જેટલા બાળકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. (સોર્સ :નેશનલ કરાઈમ બ્યુરો , મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ હાઇવે ) જો કે, આ સિવાય રોડ-રસ્તા પરના ખાડા, રખડતા ઢોરો પણ આવા અકસ્માતોનું અને મોતનું કારણ બને છે..મતલબ ક્યાંક બેદરકારી પણ આપણા પર તેટલી જ હાવી હોય છે. કોરોના ને કારણે આ વર્ષે અકસ્માતોના આંકડા નહિવત બન્યા છે, જે આપણી બેદરકારીની ચાડી ખાય છે.
અને આખરમાં, કોરોના વૈશ્વિક મહામારીએ આપણને ક્યાંક હંફાવી દીધા છે, ત્રાસગ્રસ્ત કર્યા છે, આર્થિક રીતે પાયમાલ અને ખુવાર કર્યા છે. તો સાથે સાથે જીવવાની, સલામતીની, સ્વચ્છતાની , અને અન્ય ઘણી તેવી તેવો પાડવા પણ મજબુર કર્યા છે. કે, જેનાથી આગામી સમયમાં કોરોના નહી હોય તો પણ આપણે એક જાગૃત નાગરિક બની શકીશું. સ્વચ્છતાને પ્રાધન્ય આપીશું તો ડાયેરિયા, મલેરિયા અને કોલેરા મોતનું કારણ નહી બની શકે .. દરકારી રાખીશું તો અકસ્માતો ઘટશે.. અન્યથા બારબાદીઓ કે મંજર ઓર ભી હૈ… તે ના ભુલાય ..