By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    25 minutes ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    1 hour ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    1 hour ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    55 minutes ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
CRIME

જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત

Khaskhabar Editor
Last updated: 2026/07/31 at 3:36 PM
Khaskhabar Editor 2 months ago
Share
17 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

આર્થિક ભીંસથી કંટાળી ભરેલું અંતિમ પગલું : ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી કારણભૂત

- Advertisement -

રાજકોટમાં માતા – પુત્રએ સજોડે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે જામનગર રોડ પર મારુતિનગરમાં રહેતા 50 વર્ષીય જયાબેન નકુમ અને તેના 27 વર્ષીય પુત્ર નિલેશે ન્યારા ગામના પાટિયા પાસે એસિડ પીધા પછી ખાણમાં જંપલાવતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા મોત નીપજ્યા હતા. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી પ્રાથમિક તપાસમાં ઉછીના લીધેલા રૂપિયા પરત કરવાના હોય, આર્થિક ભીંસમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે જો કે સ્પષ્ટ કારણ જાણવા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. રાજકોટ જામનગર હાઇવે પર આવેલ મારુતિનગરમાં રહેતા જયાબેન મનસુખભાઇ નકુમ અને તેના પુત્ર નિલેશ મનસુખભાઈ નકુમએ ગઈકાલે સાંજે એસિડ પી ન્યારા ગામના પાટિયા પાસે આવેલ ખાણમાં પડતું મૂકી દેતા તેમને બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બંનેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પડધરી પોલીસની ટીમ દોડી ગઈ હતી બંનેના મૃતદેહ પીએમ માટે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે બંને માતા-પુત્ર ખાણમાં અર્ધ બેભાન હાલતમાં પડ્યા હતા. તેમને કોઈ જોઈ જતા ગામના લોકો એકત્ર થયા હતા અને તત્કાલ 108 મારફત બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરિવારજનોને જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા પરિવારજનોની પુછપરછમાં જયાબેન અને પુત્ર નિલેશ સવારથી જ ઘરેથી નીકળી ગયા હતા મૃતકો દ્વારા સગા – સંબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લેવામાં આવ્યા હતા. પરત કરવાનો સમય આવ્યો પણ આર્થિક ભીંસ હોવાથી રૂપિયા નહોતા. જે લોકો રૂપિયા માંગતા હતા તે ઉઘરાણી પણ કરતા હતા જો કે રૂપિયા પરત આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી માતા પુત્રએ આપઘાત કર્યો હોય તેવું અનુમાન છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોઠારીયા રોડ પર કંકાસથી કંટાળી માતા પુત્રએ ઝેરી દવા પી લેતા યુવકનું મોત : મોટાભાઈ – ભાભીને અલગ રહેવા બાબતે 20 દિવસથી ઘરમાં ઝઘડા થતા હતા

રાજકોટના કોઠારીયા રોડ પર ગૃહકલેશથી કંટાળી માતા પુત્રએ ઝેરી દવા પી લેતા યુવાન પુત્રનું મોત નીપજ્યું છે જયારે માતા હાલ સારવાર હેઠળ છે બનાવ અંગે આજી ડેમ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના કોઠારીયા રોડ ઉપર રામેશ્વર સોસાયટીમાં રહેતા દમયંતીબેન મનસુખભાઈ રબારા ઉ. 58 અને તેના પુત્ર બ્રિજેશ મનસુખભાઈ રબારી ઉ.26એ ગઈકાલે બપોરે ઘરે સજોડે ઝેરી દવા પી લેતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પુત્ર બ્રિજેશનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણ થતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પોલીસે તેમની પૂછપરછ કરી હતી બ્રિજેશ પોતાના ઘર પાસે જ નાસ્તાની લારી ચલાવે છે બ્રિજેશના મોટાભાઈ અને ભાભી બંને અલગ રહેવા બાબતે ઘરમાં છેલ્લા 20 દિવસથી માથાકૂટ ચાલતી હતી ગઈકાલે બ્રિજેશના પિતા મનસુખભાઈ, મોટાભાઈ અને બ્રિજેશના મામા બધા નાસ્તાની દુકાને ભેગા થયા હતા અને ઘરમાં વારંવાર થતાં ઝઘડા બાબતે વાતચીત કરતા હતા. આ સમયે મનસુખને તેમના પત્ની દમયંતીબેને ફોન કરી જણાવ્યું કે મેં અને બ્રિજેશે ઝેરી દવા પી લીધી છે. બધા તુરંતો દોડીને ઘરે ગયા હતા અને માતા પુત્રને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે બ્રિજેશને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

- Advertisement -

આટકોટ-જસદણમાં લાખો રૂપિયાનો દારૂ ઠાલવનાર બિશ્નોઇ ગેંગના બે મુખ્ય સપ્લાયર ઝડપાયા : સાણથલી રોડ ઉપરથી 4.72 લાખનો દારૂ ભરેલી કાર સાથે ત્રણ રાજસ્થાનીની ધરપકડ

આટકોટ, જસદણ સહિત આંતર રાજ્ય દારૂ સપ્લાય કરતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગને રૂરલ એલસીબી અને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે સૌરાષ્ટ્રમાં લાખો રૂપીયાનો દારૂ ઉતારનાર સૂત્રધાર ઓમપ્રકાશ ડારા, ગોપીરામ સહિતના પાંચ શખ્સોને પોલીસે દારૂના જથ્થા સાથે પકડી લીધા છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન તથા હરીયાણા તથા અન્ય રાજયોમાંથી વિદેશી દારૂની સપ્લાય કરતી ગેંગના પકડવા પર બાકી રહેલ આરોપીઓને તાત્કાલીક અસરથી પકડી પાડી તેઓ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર માર્ગદર્શન હેઠળ દારૂની સપ્લાય કરતી ગેંગના પકડવા પર બાકી રહેલ આરોપીઓને તાત્કાલીક અસરથી પકડી પાડવા આપેલી સૂચના અન્વયે રેન્જ પીઆઈ અપૂર્વ પટેલ તથા એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ, પી.એન.ભરવાડ, પી.એન.મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને પી.સી.સરતેજાની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે આટકોટ પોલીસ મથકમાં નોંધાયેલ 9384 દારૂની બોટલ રૂ.61.49 લાખના 9384 દારૂની બોટલના ગુનામાં વિદેશી દારૂના જથ્થાના સપ્લાયર તરીકે રાજસ્થાન બાડમેરના ઓમપ્રકાશ હુકમારામ ડારાને પકડવા પર બાકી હોય અને જસદણ કોર્ટમાંથી તેનું કલમ-72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતુ તેને ઝડપી લીધો હતો તેમજ જસદણ પોલીસ મથકમાં નોંધાયેલ રૂ.6.10 લાખના દેશી-વિદેશી દારૂના ગુનામાં સપ્લાયર તરીકે રાજસ્થાન બાડમેરના ગોપીરામ ગંગારામ ધાયેલ પણ ફરાર હોય તેનું પણ જસદણ કોર્ટમાંથી કલમ-72 મુજબનું વોરંટ મેળવી તેની પણ ધરપકડ કરી હતી આ ઉપરાંત રૂરલ એલસીબીની ટીમને મળેલ માહિતી આધારે આટકોટ-સાણથલી રોડ, જુના પીપળીયા ગામ પાસે રોડ પરથી ત્રણ રાજસ્થાની શખ્સોને દારૂની 321 બોટલ રૂ. 4,71,880, ક્રેટા કાર સહિત કુલ રૂ. 14,86,880 ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ હતી પોલીસે દારૂના જથ્થા સાથે ઓમપ્રકાશ બાબુલાલ ગોદારા, ભીખારામ પાંચારામ ગોદારા અને ગણપતલાલ પાંચારામ ગોદારાની ધરપપકડ કરી હતી.

તને રસોઇ, ઘરકામ આવડતુ નથી, છોકરા રાખતા આવડતુ નથી કહી ત્રાસ આપતા

રાજકોટના જંગલેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મીરલબેન હાર્દિકભાઇ જીલુભાઇ બાલાસરા ઉ.26એ વેલનાથ સોસાયટીમાં રહેતા પતિ હાર્દિકભાઇ જીલુભાઇ બાલાસરા, સાસુ જયાબેન જીલુભાઈ બાલાસરા, સસરા જીલુભાઇ ઉગા ભાઇ બાલાસરા અને નણંદ મીતલબેન રાહુલભાઇ ચાવડા સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારી દિકરી સાથે પતિથી ત્રણ વર્ષથી અલગ પીયરમાં રહુ છું મારા લગ્ન જૂન 2021માં થયા હતા મારે દિકરીનો જન્મ થયા બાદ પતિએ મારી સાથે ઘરની નાની નાની વાતમા ઝઘડો કરવાનુ ચાલુ કર્યું હતું અને મારી સામે મોબાઇલથી અન્ય સ્ત્રી સાથે ફોનમા વાત કરતા હુ પતિને સમજાવતી તો મારી સાથે ઝઘડો કરી મને મારકુટ કરતા અને અપશબ્દો બોલતા અને બાદ પોતાની મેળે ઘર છોડીને ઘેરથી જતા રહેતા મારા સાસુ-સસરા અને જેઠને મારા પતિ ને સમજાવવાનુ કહેતી ત્યારે મારા સાસરીવાળા સમજાવતા નહી અને મારી સાથે ઝઘડો કરતા અને મને કહેતા કે તમારા પતિને તમને સમજાવતા આવડતુ નથી અને રાખતા આવડતુ નથી એમ કહી ઝઘડો કરતા અને મારા સાસુ અને સસરા મને ઘરકામ બાબતે મેણા ટોણા મારતા અને તને રસોઇ બનાવતા આવડતુ નથી ઘરનુ કંઈ કામ આવડતુ નથી તને છોકરા રાખતા આવડતુ નથી એમ કહી મને મેણા ટોણા મારતા અને નણંદ -મીતલબેન રિસામણે આવેલ હોય તે મને મારા મમ્મી પપ્પા તથા સગા-સંબંધીઓ સાથે ફોનમાં વાત નહી કરવાનુ કહેતા અને વાત કરવા દેતા નહી તેમજ અમારા સગા સંબંધીઓની ઘેર જવા દેતા નહી અને મારા પતિ અને મારા સાસુ- સસરાને મારા વિરુધ્ધ ખોટી કાનભંભેરણી કરતા અને અમો પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવતા અને મારા પતિ મારા સિવાય અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી મને સાચવતા નહી અને મને તથા મારી દિકરીના જીવન જરૂરીયાત ચીજ વસ્તુ તથા દવા-મેડીકલ માટે પૈસા આપતા નહી જેથી આજથી ત્રણ વર્ષ પહેલા મારા પતિ મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ અને મને મારકુટ કરી અમારા ઘેરથી પોતાની મેળે જતા રહેલ અને મારા પતિના આવા વર્તનથી કંટાળી જઇ હુ મારી દિકરીને લઈ મારા પીયર જતી રહી હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

પરસ્ત્રી સાથે સંબંધ રાખવાની ના પાડતા પતિનો પત્ની ઉપર હુમલો

રાજકોટના 80 ફૂટ રોડ સત્યમ પાર્કમાં રહેતા જયશ્રીબેન નવીનભાઇ ચાંડપા ઉ.42એ પતિ નવીનભાઈ ચાંડપા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ જમીન લે વેચનુ કામકાજ કરે છે તેમજ ડો.આંબેડકરનગરના ગેઇટની સામે શ્રી રામ ટ્રેડીંગ નામનુ કારખાનુ પણ છે. ગઇ તા.25ના રોજ બપોરે હું મારી ભત્રીજીને કારખાને મુકવા ગઈ હતી ત્યારે પતિ નવિન ત્યા ઓફીસમા ફોનમા વાત કરતા હતા જેથી મે તેને કહેલ કે કોની જોડે ફોનમા કરો છો તો કહેલ કે હુ પુજા અરવિંદભાઈ પંડીયા સાથે વાત કરુ છુ અને મારે તેની સાથે છેલ્લા ચાર વર્ષથી સબંધ છે જેથી હુ તેની જોડે સબંધ તો રાખીશ અને ફોનમા વાત પણ કરીશ તારે થાય તે કરી લેજે એમ કહીને એકદમ ઉશ્કેરાઇ મને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને મને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા અને મને કહ્યું કે હવે તને જાનથી મારી નાખવી છે આટલુ કહેતા મે રાડા રાડી કરતા મારા દેરાણી ગીતાબેન આવી ગયા હતા અને મને વધુ મારથીમચાવી હતી મારા પતિ ત્યાંથી ભાગી ગયા હતા અને અંતે ફરિયાદ નોંધાવી હતી.

ઓરિસ્સાથી જેતલસર પોસ્ટમાં આવેલો 2.65 લાખનો ગાંજો એસઓજીએ ઝડપી લીધો : જૂનાગઢમાં ગાંજા સાથે પકડાયેલા ચેમ્પિયનના મોબાઈલમાંથી મળેલી ડિટેઇલ આધારે દરોડો

જેતપુરના જેતલસર ગામની પોસ્ટ ઓફિસ ખાતે ઓરિસ્સાથી આવેલ પાર્સલમાંથી 2.65 લાખનો ગાંજો ગ્રામ્ય એસઓજીએ ઝડપી લીધો છે જૂનાગઢ એસઓજીએ માદક પદાર્થ સાથે ઝડપેલા અમિત ઉર્ફે ચેમ્પિયન નામના શખ્સે પાર્સલ મારફતે ગાંજો મંગાવ્યાનો ખુલાસો થતાં રાજકોટ રૂરલ એસઓજીને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે દોડી જઈ 5.316 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી ત્રણ શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ’સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદે પ્રવૃતિને સદંતર નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા આપેલી સૂચના અન્વયે રૂરલ એસઓજીની ટીમો પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીઆઇ એફ એ પારગીને જુનાગઢ જિલ્લા એસ.ઓ.જી. તરફથી હકીકત મળી હતી કે, જેતલસર ગામે પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી વનસ્પતિજન્ય ગાંજો ધરાવતું પાર્સલ આવનાર છે જેથી તાત્કાલિક એસઓજી ટીમે જેતલસર પોસ્ટ ઓફિસ ખાતે દોડી જઈ ઓરિસ્સાના પાર્સલને ચેક કરતા તેમાંથી 2,65,800નો 5.316 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જૂનાગઢ એસઓજીએ વડલી ચોકમાંથી ગાંજાના જથ્થા સાથે અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુ રાઠોડની ધરપકડ કરી હતી. જે ગુનામાં જૂનાગઢ એસઓજીની તપાસ દરમિયાન અમિત ઉર્ફે ચેમ્પિયનના મોબાઈલમાંથી એક પાર્સલ અને તેના આઇડી નંબરનો ફોટો મળી આવ્યો હતો જેથી અમિતે ઓરિસ્સા ખાતેથી ગાંજાનું પાર્સલ મંગાવ્યાનું ફલિત થતાં જૂનાગઢ એસઓજીએ રાજકોટ એસઓજી પીઆઈ પારગીને જાણ કરતા એસઓજીની ટીમે દરોડો પાડી ગાંજાનું પાર્સલ કબ્જે કરી ગાંજો મંગાવનાર અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુ રાઠોડ, સપ્લાયર ગોપી દાદા અને રિસીવર સંજય પરાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો હાલ અમિત ઉર્ફે ચેમ્પિયન જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં હોય રૂરલ એસઓજી ટીમે તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવા તજવીજ આદરી છે. જયારે સપ્લાયર-રિસીવર અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ પર આક્ષેપ કરનાર શખ્સે મકાન ભાડે રાખી ઘરમાં તોડફોડ કરી નળ, ફુવારા ચોરી લીધા : ભાડું પણ આપવું નથી, પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા માલતીબેન સંજયભાઇ ચૌહાણ ઉ.45એ નિકુળ ભરતભાઈ ચાંડેગરા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી માલીકીનું એક મકાન મોરબી રોડ ઉપર રામેશ્વર પાર્કમાં આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ છે જે મેં વર્ષ 2026ના એપ્રીલ મહીનામાં નિકુલભાઇને માસીક 8000 પેટે ભાડે આપ્યું હતુ અને રહેવા આવ્યા બાદ ભાડા કરાર કરવાનુ નક્કી કર્યું હતુ રહેવા આવ્યા બાદ થોડા દીવસ બાદ મેં ભાડા કરાર કરાવવાનું કહેતા કોઈને કોઈ બહાના બતાવી ભાડા કરાર કરાવવા આવતા ન હોય અને થોડાક સમય બાદ સોસાયટીવાળાના મને ફોન આવવા લાગેલ કે તમારા ભાડુઆત સોસાયટીનું મેઇનટેનન્સ નથી આપતા અને બધા સોસાયટીના માણસો સાથે ઝઘડો કરે છે જેથી હું મારા આ મકાને નિકુલભાઇને મળવા જતા ઘરમાં પુષ્કળ ગંદકી જોવામાં આવેલ અને મેં આ નિકુલભાઇને કહેલ કે તમને હુ ધણા દીવસોથી ભાડા કરાર કરાવાનુ કહુ છુ તેમ છતા તમે મને કઈ સરખો જવાબ આપતા નથી અને સોસાયટીનુ મેઇન્ટેનન્સ પણ ભરતા નથી અને સોસાયટીના માણસો સાથે ઝઘડા પણ કરો છો તેમ કહેતા આ નિકુલભાઇ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ જેથી મેં તેને મારુ મકાન ખાલી કરવાનું કહી બે મહીનાનુ મકાનનુ બાકી ભાડુ પણ આપવાનુ કહેતા આ નિકુલભાઇએ મને થોડા દીવસમા મકાન ખાલી કરી આપવાનુ કહેલ અને ભાડુ પણ ત્યારે જ આપીશ તેમ કહેતા હુ મારા ઘરે જતી રહેલ અને ગયા મે મહીનામાં મને નિકુલભાઇ પેડક રોડ ઉપર ભેગા થતા મેં મકાન ખાલી કરવાનું અને ભાડુ આપી દેવાનું કહેતા મને આ નિકુલભાઇ કહેવા લાગેલ કે તમારૂ મકાન ખાલી નથી કરવાનો અને ભાડુ પણ નહિ આપવું તમારાથી થાય તે કરી લેજો અને જો તમે પોલીસમાં ફરિયાદ કરશો તો હુ તમને જાનથી મારી નાખીશ. કહી મને ભુંડીગાળો આપી હતી ગઇ તા.૨૨/૦૫/૨૦૨૬ના રોજ આ નિકુલભાઇનો કોલ આવેલ અને મને કહેલ કે તમારૂ મકાન મે ખાલી કરી દિધુ છે અને ભાડુ માગતા નહી ભાડુ નહી મળે તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો જે બાદ હું મારા આ મકાને જોવા ગયેલ તો મકાનની અંદર મકાનનાં અંડર ગ્રાઉન્ડ વાયરીંગ તથા સ્લાઇડરની બે બારી તુટેલી હતી અને બાથરૂમનો દરવાજો તથા લાદી તુટેલી હતી અને બાથરૂમના પાણીનાં ત્રણ ફુવારા તથા ઘરમા રહેલ સાત પાણીના નળ જોવામાં આવેલ નહિં જેથી મે નિકુલભાઇને ફોન કરી પુછતા નિકુલભાઇએ મને કહેલ કે મે જ તમારા મકાનમા તોડફોડ કરેલ છે અને બાથરૂમના ત્રણ પાણીના ફુવારા તથા ઘરમા અલગ અલગ જગ્યાએ લગાવેલ પાણીના સાત નળ હુ જ ખોલીને લઇ ગયેલ છુ તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ફોન કટ કરી દીધેલ અને મકાનનુ લાઇટ બીલ તથા ગેસ બીલ ચેક કરતા આ નિકુલભાઇએ બે મહીનાનું ગેસ બીલ અને લાઇટ બીલ પણ બાકી હોય જે ભરેલ નથી જેથી અંતે ફરિયાદ નોંધાવી હતી.

પુત્રને પૈસા વાપરવાની લાલચ આપી પિતાના ખાતામાંથી શખ્સે 61 હજાર ટ્રાન્સફર કરી લીધા : મૂળ બિહારના શ્રમિક પ્રૌઢે પાડોશમાં રહેતા શખ્સ સામે આજી ડેમ પોલીસમાં નોંધાવી ફરિયાદ

મૂળ બિહારના અને હાલ રાજકોટના કોઠારીયા રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં રહેતા અને ભંગાર ગાળીને પાર્ટ બનાવીને વેચવાનો વેપાર કરતા ગૌરીશંકર છકુભાઈ મંડલ ઉ.53એ અજય રાજેશભાઈ પરમાર તથા તપાસમાં ખુલે તેની સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.26ના રોજ મે 12,000 રૂપીયા ઉપાડેલ જેનો મેસેજ મને રાત્રિના આવ્યો હતો જેથી મે તા.27ના સવારે ટેક્સ મેસેજ જોતા મને ખ્યાલ આવેલ કે મારા એચ.ડી.એફ.સી. બે ન્ક એકાઉન્ટમાંથી મારી જાણ બહાર કોઈએ 61,000 રૂપીયા ઉપાડી લીધેલ છે જેથી તુરત હું ભક્તિનગર બ્રાન્ચ ખાતે ગયેલ અને સ્ટેટમેન્ટ માટે કર્મચારીને મળતા તેણે મને ફોર્મ ભરવાનુ કહેતા મે સ્ટેટમેન્ટ માટે ફોર્મ ભરતા મને મારા ખાતાનુ બેંક સ્ટેટમેન્ટ કાઢી આપેલ જેમાં જોતા તા.25ના રોજ 50,000 રુપિયા તેમજ તા.26ના રોજ 5000 તેમજ તા.27ના રોજ 6000 રૂપિયા અજય પરમાર નામના વ્યક્તિના એકાઉન્ટમાં યુ.પી.આઈ. મારફતે મારા જાણ બહાર ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી મે અજય પરમારને આટલી રકમ ટ્રાન્સફર કરેલ ન હોય જેથી તુરત મારા ઘરે આવી મારી ધરવાળી કરેલ અને ૫છી સાંજના મોટા દીકરા તથા મારા નાના દીકરાને આ વાત કરતા મારા નાના દિકરા નિખિલએ મને જણાવેલ કે બે દિવસ પહેલા આપણી શેરીમાં રહેતા અજયે કહેલ કે તુ તારા પપ્પાના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં પૈસા નાખજે જેમાંથી થોડા રૂપીયા હુ તને વાપરવા માટે આપવાની લાલચ આપેલ જેથી અજય મને સમજાવેલ તે પ્રમાણે તમારા ફોનમાંથી રૂપીયા ટ્રાન્સફર મારા દ્રારા કરાવી લીધેલ તેમ મને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

You Might Also Like

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

‘હું તને પાસ કરાવી દઈશ’, સરકારી શિક્ષકનું સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ

બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત

સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકાઉન્ટન્ટ સાથે ₹4.12 કરોડની ઓનલાઇન છેતરપિંડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
Next Article સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
CRIME

‘હું તને પાસ કરાવી દઈશ’, સરકારી શિક્ષકનું સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CRIME

બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?