પ્રથમ વિજેતાને 5 લાખ, દ્વિતિય વિજેતાને 3 લાખ રૂપિયાનાં ઇનામ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જૂનાગઢ જિલ્લામાં યોજાનારી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ માટે 15000 લોકોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાં ધો.9 થી 12ના વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો ભાગ લઇ શકશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી જલ્પાબેન કયાડાએ જણાવ્યું છે.ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં કોલેજ કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 1.5 લાખ ઇનામ આપવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં શાળા કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1 લાખ ઇનામ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા – નગરપાલિકા,વોર્ડ કક્ષાએ,દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગર પાલિકા કક્ષાએ, ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે. આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ,યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનિટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે. દરરોજ 250 ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ અને પ્રજાજનોમાંથી 20 વિજેતાઓ જાહેર કરવામાં આવશે.