પોરબંદરમાં વરસાદના કારણે અને ઉપરવાસમાં ડેમના પાટીયા ખોલવામાં આવતા ઘેડ પંથકના અનેક ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને કારણે જમીન ધોવાણ અને પાકને નુકસાન થયું છે. ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા લોકસભામાં ઘેડપંથકનો મુદ્દો ઉઠાવાયો છે. ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કારણે ખેડૂતોને થતાં નુકસાન અને ખેડૂતોની વ્યથા અંગે રમેશ ધડુકે રજૂઆત કરી ખાસ પેકેજની માંગ કરી હતી.