By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 minute ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    34 minutes ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ

Khaskhabar Editor
Last updated: 2026/06/11 at 3:16 PM
Khaskhabar Editor 51 minutes ago
Share
3 Min Read
SHARE

ભારતે UNSCમાં નોંધાવ્યો કડક વિરોધ

મિડલ ઈસ્ટ અને ઈરાન સંઘર્ષની વચ્ચે વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ સામે પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત આવી હિંસક ઘટનાઓને ક્યારેય સ્વીકારશે નહીં. ‘સેટેબેલો’ નામના જહાજ પર અમેરિકાનો હુમલો જેના પર ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આ સંઘર્ષમાં કેટલાક ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ગુમ છે. તાજેતરમાં ઓમાનના કિનારે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ‘સેટેબેલો’ નામના કોમર્શિયલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો છે.

- Advertisement -

ભારતનું સ્પષ્ટ વલણ
UNSC માં ભારતે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે:
સંયમ અને સંવાદ: તમામ પક્ષોને યુદ્ધ છોડીને વાતચીતનો માર્ગ અપનાવવા અને હિંસા રોકવા હાકલ કરી છે.
વેપાર અને ઉર્જા સુરક્ષા: ગલ્ફ પ્રદેશમાં 10 મિલિયનથી વધુ ભારતીયો કામ કરે છે. આ ક્ષેત્રમાં અસ્થિરતા ભારતની અર્થવ્યવસ્થા અને ઉર્જા પુરવઠા માટે ગંભીર જોખમ છે.
માનવતાવાદી સહાય: ભારત પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે UNRWA ને 2.5 મિલિયન ડોલરની સહાય આપશે.
શાંતિદૂતોની સુરક્ષા: લેબનોનમાં તૈનાત ભારતીય શાંતિદૂતો (UNIFIL) ની સુરક્ષા અંગે ભારત અત્યંત ચિંતિત છે.

યુએનની નિષ્ફળતા પર સવાલ
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. હરીશ પર્વતનેનીએ કહ્યું કે, વિશ્વના નાગરિકોમાં યુએન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે કારણ કે તે સંઘર્ષોને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. તેનું મુખ્ય કારણ 80 વર્ષ જૂનું સુરક્ષા પરિષદનું આઉટડેટેડ માળખું છે.

શું હતી સમગ્ર ઘટના?
ઓમાનના કિનારે ‘સેટેબેલો’ નામના કોમર્શિયલ ટેન્કર પર થયેલા મિસાઈલ હુમલામાં ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર્સ ગુમ થતા ભારતે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવીને આ હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, પાલાઉ દેશનું ધ્વજ ધરાવતું ટેન્કર ‘સેટેબેલો’ ઈરાનથી તેલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જે બાદ અમેરિકન વિમાને જહાજના એન્જિન રૂમમાં દારૂગોળો છોડ્યો હતો. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી કંપની ‘વેનગાર્ડ ટેક’ના મતે, જહાજના એન્જિન રૂમમાં મિસાઈલ હુમલો થયો હોવાનો સંદેશો મળ્યો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી હતી. વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી નાગરાજ નાયડુ દ્વારા અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે વેપારી જહાજો પરના આવા હુમલા અત્યંત ચિંતાજનક છે.

- Advertisement -

You Might Also Like

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો

USના વિઝા હવે ફટાફટ!

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Next Article સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

USના વિઝા હવે ફટાફટ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?