કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રથમ વખત સંભોગ ક્યારે કરે છે ? આ સવાલ કોઈ પૂછે તો મોટા ભાગે લોકો જવાબ આપશે કે 26 કે 28 વર્ષ . આ જવાબ જો બે દાયકા પહેલા કોઈ આપે તો સાચો હતો. કદાચ આજે તે સાચુ નથી. એક સર્વેના આંકડાઓ સામે આવ્યા છે. જે હર કોઈને આશ્વર્ય પમાડે તેવા છે.

જી હા, છેલ્લા બે દાયકામાં પહેલી વાર સંભોગ કરવાની એવરેજ ઉમરમાં ઘટાડો થયો છે. આ આંકડા વિભિન્ન પ્રદેશો અને લાઈફસ્ટાઈલ પર નિર્ભર રહે છે. આ આંકડાઓ પ્રમાણે જીવન ભર સંભોગ નહી કરનાર એટલે કે બ્રહ્મચર્યા પાળનાર પુરૂષો અને મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. મોટા ભાગે કિશરાવસ્થા એટલે કે, 15 વર્ષની ઉમરમાં જ સેક્સ કરી લે છે.

બ્રિટેનમાં એક સંશોધન પ્રમાણે પહેલીવાર સેક્સ કરવાની સરેરાશ ઉમર 25 વર્ષથી ઘટીને 16 થી 17 વર્ષ થઈ ગઈ છે.

સર્વેમાં ચૌકાવનારી વાત તો એ છે કે, આ ટીનેજરો જાણકારીના અભાવના કારણે કોંડમનો ઉપયોગ પણ ઓછો કરે છે. આ નાની વયમાં સેક્સનું કારણ છે જનિત રોગ અને યૌન અપરાધની જાણકારીનો અભાવ.

જેવી રીતે ટેલીવિઝન,રેડિયો,ઈંટરનેટ અને બીજા માધ્યમોમાં કોંડમ અને પિલ્સના ખુલીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેના કારણે આ વસ્તુ ટીનેજર્સના મનના ડર ખતમ થઈ જાય છે. પહેલા આવું થતુ ન હતું.