રાજકોટમાં ફોર વ્હીલરમાં 1 નંબર માટે 11.52 લાખની બોલી લાગી
ટુ વ્હીલરમાં 9 નંબર માટે સૌથી વધુ 3.03 લાખ; 2024માં પસંદગીના નંબર માટે 30,837 લોકોનું રજિસ્ટ્રેશન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વર્ષ 2024ના નવા વાહનોની ખરીદી સહિતના ડેટા છઝઘ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પસંદગીના નંબરો માટે 30,837 વાહન ધારકો દ્વારા 15.18 કરોડ ખર્ચવામાં આવ્યા છે. જેમાં ફોર વ્હીલરમાં 1 નંબર માટે રૂ. 11.51 લાખ અને 11.01 લાખ વાહન ધારકો દ્વારા ખર્ચાયા છે. જ્યારે ટુ વ્હીલરમાં નવડી માટે રૂ. 3.03 લાખ, 1.94 લાખ અને 1.74 લાખ ખર્ચવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષે 50 લાખથી વધુ કિંમતની 113 કારની ખરીદી થઈ છે, જે આંકડો ગત વર્ષે 109 હતો.
રાજકોટના ઈનચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં પસંદગીના નંબર મેળવવા માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં 30,837 વાહનચાલકોએ પસંદગીના નંબરો મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેનાં થકી 15,18,45,500ની આવક થઈ છે. જેમાં ફોર વ્હીલરમાં ૠઉં03ગઊં0001 નંબર માટે સૌથી વધુ રૂ. 11.52 લાખ ખર્ચવામાં આવ્યા છે. જ્યારે ટુ વ્હીલરમાં પસંદગીના 9 નંબર માટે સૌથી વધુ રૂ. 3.03 લાખ ખર્ચવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં લક્ઝુરિયસ કાર ખરીદવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. વર્ષ 2024ની જો વાત કરવામાં આવે તો આ વર્ષે રૂ. 50 લાખથી વધુની કિંમતની કારની ખરીદી કરનારા 113 લોકો છે. જ્યારે ગત વર્ષે 109 લોકોએ 50 લાખથી વધુની કિંમતની કારની ખરીદી કરી હતી. ચાલુ વર્ષે 30837 વાહનચાલકોએ પસંદગીના નંબરો લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેના થકી આરટીઓ કચેરીને 15.18 કરોડની આવક થઈ છે.
આ ઉપરાંત વર્ષ 2024માં 1,10,236 લોકોએ નવા વાહનોની ખરીદી કરેલી છે. જેમાં 27,247 કારની ખરીદી થઈ છે. જેમાં બેટરી ઓપરેટેડ વ્હીકલ 3,130 તો ઈલેક્ટ્રીક વ્હીકલ 1,776 ખરીદાયા છે. સૌથી વધુ 74,511 પેટ્રોલ સંચાલીત વાહનોની ખરીદી થઈ છે, જ્યારે 14,013 ડીઝલ વાહનો છે. તો ઈગૠ 6071 વાહનોની ખરીદી વર્ષ દરમિયાન થઈ છે. આ સાથે જ શૈક્ષણિક બસ 45 તો 25 નવી એમ્બ્યુલન્સની ખરીદી થઈ છે. આ સિવાયની 347 બસ પણ ખરીદવામાં આવી છે.