કોર્ટમાં વિડીયો ઉતારવાની ના પાડતા બે શખ્સોએ માર મારતા ટોળાં ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જામનગર રોડ પર નવી બનેલી કોર્ટમાં વિડીયો ઉતારવાની ના પાડતા બે વકીલ ઉપર બે શખશોએ હુમલો કરતા વકીલોના ટોળાં ઉમટી પડ્યા હતા અને હુમલાખોરને પડકી મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરી સોંપી દીધો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રામલીલા પાર્કમાં રહેતા એડવોકેટ ભાર્ગવ બોડા ઉ. 27 અને તેમના સાથી વકીલ સરોજબેન વિંઝુડા બંને સવારે નવી કોર્ટ ખાતે મુદતમાં ગયા હતા ત્યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા હરેશભાઇ પઢીયાર અને અનિલભાઈ પઢીયાર કોર્ટમાં વિડીયો ઉતારતા હોય તે વિડીયો ઉતારવાની ના પાડતા રકજક થઇ હતી બાદમાં બંને વકીલ પાંચમા માળેથી નીચે ઉતરતા હતા ત્યારે વિડીયો નહીં ઉતારવા દીધાનો ખાર રાખીશ બંને ધસી આવ્યા હતા અને તું વકીલ હોય તો ખોટી હવક છે કહી હુમલો કરી ફડાકા મારી દીધા હતા જયારે સાથી વકીલને બટકું ભરી લીધું હતું વકીલ પર કોર્ટમાં હુમલો થતા તમામ વકીલો એકઠા થઇ ગયા હતા અને બંનેને દબોચી લઈ મેથીપાક આપ્યો હતો બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતા યુનિવર્સીટી પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બંનેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.