ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 38 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ ડેરી ફાર્મ અને વોલ્ગા ઘી ડિપોનું ઘી ખાવાલાયક નથી. આ બંને પેઢીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા જે સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગે વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ, ગાયત્રીનગર-4/10, વાણિયાવાડીમાંથી લેવામાં આવેલ ખાદ્યચીજ ગાયનું શુદ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ‘”Non-Permitted Oil Soluble Yellow Coloured Dye”‘ તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો ‘અનસેફ ફૂડ’ તથા ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેઇલ) જાહેર થયેલો છે અને ‘વોલ્ગા ઘી ડિપો‘, પરિશ્રમ કોમ્પ્લેક્ષ, કૃષ્ણનગર મેઇન રોડ, પરથી લેવામાં આવેલ ખાદ્યચીજ ભેંસનું શુદ્ધ ધી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રદ્ધા પાર્ક ડી-માર્ટથી આહીર ચોક તથા નંદનવન રોડથી પુનિત મેઇન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાથીર્ર્ઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં 18 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં પિન્ટુ કેળા વેફર્સ, જય બજરંગ કોલ્ડ પાણીપુરી, નેચરલ પાણીપૂરી, શ્રદ્ધા મેડિકલ, હરભોલે કોલ્ડ્રિંક્સ, શ્યામ ખીરું, કૈલાશ સોડા શોપ, હિરલ સેલ્સ એજન્સી, શ્યામ ડેરી ફાર્મ, જલિયાણ ટ્રેડર્સ, પાબૂરાજ સ્ટોર્સ, ખોડલ ડેરી, શ્રીકૃષ્ણ નમકીન, ક્રિષ્ના મારવાડી પાણીપુરી, જય ઘૂઘરા, ક્રિષ્ના કેન્ડી, લાલાની કચ્છી દાબેલી, દેવનારાયણ ફરાળી સેન્ટર સહિતનાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા નીધિ એજન્સી, ખોડિયાર સોડા શોપ, રિયલ સેન્ડવીચ, ન્યુ એસ.આર. લાઈવ પફ ઝોન, શ્રીમદ ફાર્મસી, દ્વારકાધીશ કોલ્ડ્રિંક્સ, કેક એન જોય, મિલન ખમણ, શ્રીજી કેક શોપ, ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ, ખોડલ ફેન્સી ઢોસા, શ્રીનાથજી દાળપકવાન, શ્રીનાથજી ભેળ, કાફે એન બેકરી, કિરણ લાઈવ પફ, નીલકંઠ ઢોસા પોઈન્ટ, વરુડી ડેરી ફાર્મ, પટેલ પાણીપુરી, પટેલ ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી તેમજ રુદ્ર કેટરિંગ સર્વિસીસ- ભવાની ઇન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા પી.ટી.સી. ગ્રાઉન્ સામે સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 03 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં સાની (કચરિયું-લુઝ) રાજેશ સ્વીટ માર્ટ, કાળા તલના લાડુ અને NON BRAND PANEERના નમૂના લેવામાં આવ્યા હતા.