સુપર સપ્લાયર મિર્ઝાપુરના શકીલથી શરુ થયેલ ખેલ થાનગઢના યશપાલ સુધી પહોંચ્યો
થાનગઢના શખ્સની 2 તમંચા – 1 કટ્ટા સાથે ધરપકડ : કુલ 31 હથિયાર-32 કાર્ટીસ જપ્ત
- Advertisement -
રાજકોટ પીસીબીનું આ વીક વેપન કાર્ટેલ વીક સાબિત થયું છે શહેરમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સૂચના અન્વયે રાજકોટ પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઈ આર કે જાડેજા, પીએસઆઈ પી બી ત્રાજીયા સહિતની ટીમે બાતમી આધારે હથિયારોની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે વેપન કાર્ટેલ વીક તરીકે ગત સોમવારથી શરુ થયેલી કામગીરીમાં છ દિવસમાં શસ્ત્રોના 14 સૌદાગરોની ધરપકડ કરી અત્યાર સુધીમાં 31 હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા છે મુખ્ય સપ્લાયર મિર્ઝાપુરના શકીલથી શરુ થયેલો ખેલ થાનગઢના યશપાલસિંહ સુધી પહોંચ્યો છે.
રાજકોટ પીસીબી દ્વારા ગત સોમવારથી શરુ કરાયેલ વેપન કાર્ટેલ વીક હવે પૂર્ણ થવાને આરે છે સોમવારથી શનિવાર એટલે કે છ દિવસમાં પીસીબીની ટિમ એક પછી એક સૌરાષ્ટ્રમાં સપ્લાય થયેલા તમામ હથિયારો સુધી પહોંચી ગઈ હતી સૌપ્રથમ ગત સોમવારે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીઆં પીએસઆઈ આર કે જાડેજા અને ટીમે એમપીના મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા, અનિલ વીરાભાઇ ખેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી 10 દેશી પિસ્તોલ, 5 દેશી કટ્ટા, 1 દેશી રિવોલ્વર, 30 જીવતા કાર્ટીસ, 4 મોબાઈલ સહીત 2 લાખ 3 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો તે પછી વડ વાજડીના સંદીપસિંહ પરમારને બે દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો આ પછી ગંજીવાડામાં રહેતા આરીફ ગફારભાઈ પઠાણને એક દેશી પિસ્ટલ સાથે અને વેલનાથપરામાં રહેતા જયપાલ રાજેશભાઈ ડેડાણિયાને 2 પિસ્ટલ તથા બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા બાદમાં ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગિરી ગોસ્વામી, ચોટીલાના જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર અને શ્યામ રાજુભાઈ પરમારની ધરપકડ કરી વધુ 3 હથિયાર કબ્જે કર્યા હતા તે પછી અમરેલીના જીલુ ભુપતભાઇ બારૈયા અને ચોટીલાના ઋતુરાજ અનકભાઈ ખાચરને ઝડપી લઇ વધુ બે દેશી પિસ્ટલ અને બે દેશી કટ્ટા કબ્જે કર્યા હતા અને અંતે થાનગઢના યશપાલસિંહને બે દેશી બનાવટની પિસ્ટલ અને એક દેશી કટ્ટા સાથે ઝડપી લેતા ધરપકડનો આંક 14 સુધી પહોંચી ગયો છે.
વેપન કાર્ટેલ ગેંગના પકડાયેલા 14 આરોપી
- Advertisement -
શકીલ સાદિક મન્સૂરી : મિર્ઝાપુર
જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા : જસદણ
ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા : ચોટીલા
અનિલ વીરાભાઇ ખેતરીયા : ચોટીલા
પ્રદીપ અનકભાઈ કરપડા : ચોટીલા
સંદીપસિંહ પ્રભાતસિંહ પરમાર : વડ વાજડી
આરીફ ગફારભાઈ પઠાણ : ગંજીવાડા
જયપાલ રાજેશભાઈ ડેડાણિયા : વેલનાથપરા
ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગિરી ગોસ્વામી : રાધેશ્યામ સોસાયટી
જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર : ચોટીલા
શ્યામ રાજુભાઈ પરમાર : ચોટીલા
જીલુ ભુપતભાઇ બારૈયા : અમરેલી
ઋતુરાજ અનકભાઈ ખાચર : ચોટીલા
યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા : થાનગઢ
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
જયસુખ સામે આર્મ્સ, હત્યાની કોશિષ, ધમકી સહીત 9 ગુના
ગાવસ્કર સામે આર્મ્સ એક્ટ સહીત બે ગુના
પ્રદીપ સામે આર્મ્સ એક્ટ સહીત બે ગુના
આરીફ સામે હત્યાની કોશિષ, આર્મ્સ, ધમકી સહીત 10 ગુના
જયપાલ સામે દારૂ સહીત 3 ગુના
જયરાજ સામે હત્યા, હત્યાની કોશિષ સહીત 4 ગુના
જીલુ બારૈયા સામે રાયોટીંગ સહિતનો એક ગુનો
યશપાલસિંહ સામે આર્મ્સ, દારૂ સહીત 4 ગુના
આ ગેંગ સામે ગુજસીટોક નોંધાઈ તેવી શક્યતા
સૌરાષ્ટ્રમાં હથિયારો સપ્લાય કરવાનું ષડયંત્ર રાજકોટ પીસીબી દ્વારા ઝડપી લઇ એક જ સપ્તાહમાં 14 શખ્સોની 31 હથિયાર અને 32 કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી છે ત્યારે હાલ પકડાયેલા શસ્ત્રોના સૌદાગરો એવા તમામ 14 શખ્સો સામે આગામી દિવસોમાં રાજકોટ પોલીસ ગુજસીટોકનું હથિયાર ઉગામે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે કારણકે સૌરાષ્ટ્રમાં ફરી હથિયારોની હેરાફેરી થતી રોકવી હોય તો આ ગેંગ સામે ગુજસીટોક લાદવી જરૂરી છે.




