By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    14 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    15 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    15 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    14 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    14 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    14 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    15 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કામ એવું કરો જેમાં આનંદ મળે !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > કામ એવું કરો જેમાં આનંદ મળે !
AuthorDr. Sharad Thakar

કામ એવું કરો જેમાં આનંદ મળે !

Khaskhabar Editor
Last updated: 2026/07/18 at 1:44 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

ડૉ.શરદ ઠાકર : મોર્નિગ મંત્ર

વર્ષોથી મેં ક્યાંક વાંચેલી એક વાત યાદ રાખી છેઃ “આખા દિવસ દરમ્યાન એક કામ એવું કરો જેથી રાત્રે પથારીમાં પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘ આવી જાય”.
આવું કામ પ્રયત્નપૂર્વક ન કરવું, અનાયાસ સહજપણે થઈ જાય તો સારું. આજે સવારે મોર્નિંગ વોક કરવા માટે ગાર્ડનમાં ગયો ત્યારે આવું જ બન્યું. અમારો ગાર્ડન અમદાવાદનાં સર્વશ્રેષ્ઠ ગાર્ડન્સમાંનો એક છે. શહેરની બે અલગ અલગ નર્સરી સ્કૂલમાંથી મહિલા ટીચર્સ બાળકોના જૂથને લઈને ગાર્ડન બતાવવા આવી હતી. બન્ને ગ્રુપ્સ એકબીજાથી ભિન્ન હતાં. વીસ પચીસ નાના – નાના ભૂલકાંઓની સાથે બબ્બે શિક્ષિકાઓ અને એકાદ પ્યૂન જેવી બહેન હતી. અડધા ગાર્ડનમાં તો બાળકો ફરી શક્યાં પણ બીજા અડધા ભાગમાં પંદર વીસ વાંદરાઓનું આખું ગ્રુપ ધમાલ મચાવતું હતું. શિક્ષિકાઓ સમજી ગઈ કે એ ભાગમાં નાના બાળકોને લઈને જવાનું જોખમ ભરેલું ગણાશે. આથી તેઓ દૂર ઊભી રહીને બાળકોને રોકી રહી હતી.
બાળકો તો કંઈ સમજે નહીં. તેઓ ગાર્ડનના એ ભાગમાં પણ જવા ઇચ્છતાં હતાં. મેં આ જોયું. મારા હાથમાં લાંબી જાડી મજબૂત લાકડી હતી જે હું ગાર્ડનમાં રોજ મારી સાથે રાખુ છુ. મેં શિક્ષિકા બહેનોને કહ્યું “ હુ વાંદરાઓને ભગાડુ છુ, તમે બાળકોને લઈને મારી પાછળ આવી શકો છો. એક શિક્ષિકા બહેને બાળકોને કહ્યું” ચાલો બચ્ચાઓ! દાદાની પાછળ પાછળ ચાલો. હવે ડરવાની જરૂર નથી”. ભૂલકાંઓ ખુશ થઈને કૂદવા લાગ્યા. અમારો સંઘ આગળ વધ્યો. ત્રણેક વર્ષની એક દીકરીએ મારો હાથ પકડી લીધો. ધીમેથી મને પૂછવા લાગી, “દાદા, તમે ખરેખર મારા દાદા છો? મારા પપ્પા તો કહેતા હતા કે તારા દાદા ભગવાન પાસે પહોંચી ગયા છે. તમે ભગવાન પાસેથી આવ્યા? મને હેલ્પ કરવા માટે?”
મેં હા પાડી. નાના બાળકોનું મગજ કેટલું સંવેદનશીલ હોય છે! મોટાઓએ કહેલી દરેક વાતને તેઓ સાચી માની લે છે. મારે એનો ભ્રમ તોડવો ન હતો. મેં એની આંગળી પકડી અને મારી પૌત્રીને ચલાવતો હોઉં એવા વાત્સલ્ય ભાવથી એને મારી સાથે ચલાવી. થોડી વાર પછી એમની મુલાકાત પૂરી થવાનો સમય આવ્યો. મેં છૂટા પડતી વખતે તેને કહ્યું.. બેટા, હવે મારા જવાનો સમય થઈ ગયો. ફરી ક્યારેક મળીશું..
જતાં જતાં એ મારી સામે હાથ હલાવીને કહેતી ગઈ, “બાય, દાદા, થેન્ક યુ. હું ઘરે જઈને પપ્પાને કહીશ કે આજે મને દાદા મળ્યા હતા.”
આ સાંભળીને બન્ને શિક્ષિકા બહેનો આંખ ભીની કરી બેઠી હતી. એ ફલડાં તો ગયા, પણ એ પછી મારા ચાલવામાં અનેરો આનંદ અને થનગનાટ હતો. મેં ખોટુ બોલીને પણ એ દીકરીને સાચો આનંદ આપ્યો હતો.
મને પેલું ગીત યાદ આવી ગયુંઃ પલભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે જુઠા હી સહી. આજે રાત્રે મને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

- Advertisement -

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખુદ કો તું જાન
Next Article રાજકોટ પીસીબીનું વેપન કાર્ટેલ વીક : છ દિવસમાં શસ્ત્રોના 14 સૌદાગરની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?