મનપાની વિવિધ ૯ લાઈબ્રેરીઓની સેવાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરનાર પાંચ અલગ-અલગ કેટેગરીના પ્રથમ પાંચ-પાંચ વિજેતા સભ્યોને પ્રમાણપત્ર અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી વિભાગ દ્વારા “નેશનલ લાઈબ્રેરી વીક”ની ઉજવણી અંતર્ગત નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવવાના હેતુથી શ્રેષ્ઠ વાચકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૦-૧૧-૨૦૨૬, શુક્રવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે રૈયા રોડ સ્થિત બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મનપાની વિવિધ ૯ લાઈબ્રેરીઓની સેવાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરનાર પાંચ અલગ-અલગ કેટેગરીના પ્રથમ પાંચ-પાંચ વિજેતા સભ્યોને પ્રમાણપત્ર અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
વિવિધ કેટેગરીના શ્રેષ્ઠ સભ્યોની યાદી:
પુસ્તકો (બહેનો): પ્રથમ ક્રમે ફીચડીયા સુમિત્રાબેન નગીનભાઈ (૨૫૦ પુસ્તકો), દ્વિતીય ધોળકિયા દ્રષ્ટી તરૂણકુમાર (૨૪૪ પુસ્તકો), તૃતીય લાડાણી સ્નેહાબેન અમૃતલાલ (૧૬૮ પુસ્તકો), ચોથા ક્રમે સ્નેહા હાર્દિક રાજા (૧૫૮ પુસ્તકો) અને પાંચમા ક્રમે ધોળકિયા કિન્નારી તરુણકુમાર (૧૪૯ પુસ્તકો) વિજેતા બન્યા હતા.
પુસ્તકો (ભાઈઓ): પ્રથમ ક્રમે પરાગ જસવંતરાય ભટ્ટ (૨૬૮ પુસ્તકો), દ્વિતીય કિયાડા ચીમનભાઈ ભાણજીભાઇ (૧૭૭ પુસ્તકો), તૃતીય ઉનડકટ શશિકાંત ભીમજીભાઇ (૧૭૬ પુસ્તકો), ચોથા ક્રમે પંડયા જયસુખભાઈ બલદેવભાઈ (૧૭૬ પુસ્તકો) અને પાંચમા ક્રમે જલત દલપતરાઈ જાદવજીભાઈ (૧૬૧ પુસ્તકો) રહ્યા હતા.
- Advertisement -
ચિલ્ડ્રન ટોયઝ લાઈબ્રેરી (બાળકો): સૌથી વધુ રમકડાં, ગેમ્સ અને પઝલ્સના ઉપયોગ બદલ પ્રથમ ક્રમે જસાણી ધ્યેય પાર્થ (૨૧૯), દ્વિતીય નસીત તનવી રાકેશભાઈ (૧૦૯), તૃતીય રેયાંશ નરેશ વાછાણી (૧૦૬), ચોથા ક્રમે મિષ્ટિ અમિતભાઈ છત્રોલા (૧૦૪) અને પાંચમા ક્રમે રેવા નરેશ વાછાણી (૧૦૩) નું સન્માન કરાયું હતું.
મેગેઝીન ક્લબ: પ્રથમ ક્રમે ઝાલા જયેન્દ્રભાઈ રતિલાલ (૨૦૧ મેગેઝીન), દ્વિતીય સંઘાણી મહેન્દ્ર રમણિકલાલ (૧૮૩), તૃતીય પંડયા નીલકંઠરાય (૧૬૪), ચોથા ક્રમે પંડયા માધવ નીલકંઠરાય (૧૬૨) અને પાંચમા ક્રમે પરાગ જસવંતરાય ભટ્ટ (૧૩૯) વિજેતા બન્યા હતા.
મલ્ટીમીડિયા નેટ ક્લબ (ડિજિટલ મીડિયા): પ્રથમ ક્રમે શેઠ ભૌમિક લલિતકુમાર (૩૬), દ્વિતીય પ્રાચેત વિમલભાઈ ઉનડકટ (૩૬), તૃતીય ઘોરેચા દીક્ષિત કલ્પેશ (૫), ચોથા ક્રમે લાકડાવાલા ખદિજા મોઈઝ્ભાઈ (૩) અને પાંચમા ક્રમે રાઠોડ શશાંક હસમુખભાઇ (૩) સન્માનિત થયા હતા.
મનપા દ્વારા સને ૧૯૮૩માં શરૂ થયેલી લાઈબ્રેરી સેવાઓમાં ૨૦ વર્ષ સુધી (૧૯૮૩ થી ૨૦૦૩) ફરજ બજાવનાર અને હાલ પણ સતત માર્ગદર્શન આપનાર ભૂતપૂર્વ ગ્રંથપાલ શ્રીમતી ચંદ્રિકાબેન ધામેલિયાનું આ અવસરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય અને સુતરની આંટીથી મહાનુભાવોના સ્વાગત બાદ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી તથા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દર્શનભાઈ પેગ્યાતરે પ્રાસંગિક ઉદ્બોધન કરી વાંચન પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર પંકજભાઈ લુણાગરિયા, ભાજપ અગ્રણી જીતુભાઈ સેલારા, આશિષભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ચીફ લાઇબ્રેરીયન નરેન્દ્રભાઈ આરદેસણાએ શાબ્દિક સ્વાગત અને અંતે ડેપ્યુટી ચીફ લાઇબ્રેરીયન સુનીલભાઈ દેત્રોજાએ આભારવિધિ કરી હતી.




