બે સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવે પ્રજાને ધરમધક્કા
ગ્રામ પંચાયતના મેરેજ સર્ટિફિકેટમાં QR કોડ ન હોવાથી અરજદારો પરેશાનઃ આધાર સેન્ટરો પર બારકોડ વગરના સર્ટિફિકેટ અમાન્
- Advertisement -
ગ્રામ પંચાયતના બારકોડ વગરના મેરેજ સર્ટિફિકેટથી આધાર કાર્ડમાં નામ સુધારવા અશક્યઃ જિલ્લા પંચાયત તંત્ર તાત્કાલિક ઉકેલ લાવે તેવી ગ્રામ્ય પ્રજાની પ્રબળ માંગ
એક તરફ સરકાર ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘પેપરલેસ ગવર્નન્સ’ના મોટા બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી સંકલનના અભાવે નવદંપતીઓ અને સામાન્ય અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં આજે પણ જન્મ-મરણના દાખલા અને મેરેજ સર્ટિફિકેટ બારકોડ (QR Code) વગરના મેન્યુઅલ આપવામાં આવી રહ્યા છે. આ બારકોડ વગરના સર્ટિફિકેટ આધાર સેન્ટરો પર માન્ય ન ગણાતા અરજદારોના આધાર કાર્ડમાં નામ, અટક કે સરનામું સુધારવાની કામગીરી અટકી પડી છે.લગ્ન નોંધણીના નિયમ મુજબ, જે સ્થળે લગ્ન યોજાયા હોય તે વિસ્તારની સ્થાનિક કચેરીમાં જ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત છે. રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા મોટાભાગના પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ ભૌગોલિક રીતે શહેરની હદ બહાર એટલે કે આસપાસની ગ્રામ પંચાયતોની હદમાં આવે છે. પરિણામે, શહેરમાં રહેતા પરિવારો પણ જ્યારે આ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ યોજે છે, ત્યારે તેમને મહાનગરપાલિકાને બદલે સંબંધિત ગ્રામ પંચાયતમાંથી મેન્યુઅલ (બારકોડ વગરનું) મેરેજ સર્ટિફિકેટ લેવું પડે છે, અને ત્યાંથી જ તેમની હાલાકી શરૂ થાય છે.શહેરના પાર્ટી પ્લોટ ગ્રામ્ય હદમાં હોવાથી શહેરી પરિવારો પણ મુશ્કેલીમાં લગ્ન નોંધણીના નિયમ મુજબ, જે સ્થળે લગ્ન યોજાયા હોય તે વિસ્તારની સ્થાનિક કચેરીમાં જ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત છે. રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા મોટાભાગના પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ ભૌગોલિક રીતે શહેરની હદ બહાર એટલે કે આસપાસની ગ્રામ પંચાયતોની હદમાં આવે છે. પરિણામે, શહેરમાં રહેતા પરિવારો પણ જ્યારે આ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ યોજે છે, ત્યારે તેમને મહાનગરપાલિકાને બદલે સંબંધિત ગ્રામ પંચાયતમાંથી મેન્યુઅલ (બારકોડ વગરનું) મેરેજ સર્ટિફિકેટ લેવું પડે છે, અને ત્યાંથી જ તેમની હાલાકી શરૂ થાય છે.એક જ જિલ્લામાં બેવડા ધોરણો, UIDAI ના નિયમ સામે તંત્ર લાચાર રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને નગરપાલિકા વિસ્તારોમાં ઓનલાઇન પોર્ટલ મારફતે QR કોડ અને બારકોડ સાથેના ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જ્યારે ગ્રામ પંચાયતોમાં હજુ પણ જૂની ઢબ મુજબ બારકોડ વગરના દાખલા પકડાવી દેવામાં આવે છે. બીજી તરફ, કેન્દ્ર સરકારની સંસ્થા UIDAI દ્વારા આધાર કાર્ડમાં સુધારા માટે હવે માત્ર બારકોડ/QR કોડ ધરાવતા ડિજિટલ સર્ટિફિકેટ જ માન્ય રાખવામાં આવે છે, જેથી તેની ઓનલાઇન ખરાઈ થઈ શકે. ગ્રામ પંચાયતના બારકોડ વગરના દાખલા આધાર સેન્ટર પર રિજેક્ટ થઈ રહ્યા હોવાથી બે સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવે પ્રજાને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.વિદેશ જનારા નવદંપતીઓની હાલત કફોડી આ સમસ્યાની સૌથી ગંભીર અસર લગ્ન બાદ વિદેશ જવા ઈચ્છતા નવદંપતીઓ પર પડી રહી છે. આધાર કાર્ડમાં નામ અને સરનામું અપડેટ ન થવાને કારણે પાસપોર્ટમાં પતિ કે પત્નીનું નામ ઉમેરવાની પ્રક્રિયા અટકી પડે છે. પરિણામે, સ્પાઉસ વિઝા સહિતની વિદેશ જવાની પ્રક્રિયામાં મોટો વિલંબ થઈ રહ્યો છે અને અરજદારોને આર્થિક તેમજ માનસિક પરેશાની ભોગવવી પડી રહી છે.તંત્ર દ્વારા તાત્કાલિક ઉકેલની માંગ રાજકોટ જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટી-કમ-મંત્રીઓને સૂચના આપીને ગ્રામ્ય કક્ષાએ તમામ જન્મ-મરણ અને લગ્ન નોંધણીના દાખલા ફરજિયાતપણે ઓનલાઇન પોર્ટલ પરથી બારકોડ/QR કોડ સાથે જ કાઢી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
- Advertisement -




