રૂ. ૩૭.૮૪ કરોડના ખર્ચે ૧૦ રસ્તાના તેમજ રૂ. ૨૭.૬૯ કરોડના ખર્ચે પાંચ મકાનોના કાર્યો પૂર્ણ
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ વિકાસના પથ પર પણ મક્કમતાથી આગળ વધી રહયું છે. છેલ્લા એક દાયકામાં જિલ્લાના વિકાસને વેગ મળ્યો છે. રાજકોટ જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થાય તે માટે જિલ્લામાં માળખાકીય કાર્યોને નવી દિશા સાથે ગતિ મળી છે. જેના પરિણામે રાજકોટ જિલ્લાના આર્થિક વિકાસને નવુ બળ મળ્યું છે.
રાજકોટ જિલ્લાના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે. એન. ઝાલાના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં રૂ. ૬૫.૫૩ કરોડના માળખાકીય કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. ૩૭.૮૪ કરોડના ખર્ચે ૧૦ રસ્તાના કામો તેમજ રૂ. ૨૭.૬૯ કરોડના ખર્ચે પાંચ મકાનોના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.
- Advertisement -
પૂર્ણ થયેલા રોડના કામોમાં ૬.૪૦ કિ.મીનો ભડલી,ગઢાળા-બાબરારોડ, ૨૦.૮૩ કિ.મી.નો ડુંગરપુર, કનેસરા, કોઠી નાની લાખાવડ રોડ, ૫ કિ.મીનો ધોરાજી-ફરેણી-નાની પરબડી રોડ, ૩૯.૫૦ કિ.મીનો જામકંડોરણા-અટણી ભાયાવદર ખારચીયા રોડ, ૩ કિ.મીનો જેતપુર, જુનાગઢ સીટી લીમીટ રોડ, ૮ કિ.મીનો કોલીથડ, ગરનારા, ડૈયા, વેકરી રોડ, ૫ કિ.મીનો રોડ, રાજકોટ, કોઠારિયા, કોટડા સાંગાણી રોડ, બોકસ કલવર્ટ તથા ક્રશ બેરીયરના કામનો સમાવેશ થાય છે.
જયારે વિવિધ સરકારી ભવનો- મકાનોમાં લોધીકા તાલુકાના મોટા વડા ગામે કન્સ્ટ્રકશન ઓફ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, કોટડા સાંગાણી કન્સ્ટ્રકશન ઓફ ન્યુ કોર્ટ બિલ્ડીંગ, કન્સ્ટ્રકશન ઓફ ન્યુ કોર્ટ બિલ્ડીંગ જામકંડોરણા, કન્સ્ટ્રકશન ઓફ કોર્ટ બિલ્ડીંગ ઓફ લોધિકા, કન્સ્ટ્રશન ઓફ ગવર્મેન્ટ બોયઝ હોસ્ટેલ, ગોંડલનો સમાવેશ થાય છે.


