By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 day ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    2 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    2 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    2 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    2 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એ.વી.પી.ટી. ખાતે કાર્યરત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન એન્ડ ડીઝાઇન રીજીયોનલ સેન્ટરની અનેરી સિધ્ધિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ એ.વી.પી.ટી. ખાતે કાર્યરત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન એન્ડ ડીઝાઇન રીજીયોનલ સેન્ટરની અનેરી સિધ્ધિ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

રાજકોટ એ.વી.પી.ટી. ખાતે કાર્યરત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન એન્ડ ડીઝાઇન રીજીયોનલ સેન્ટરની અનેરી સિધ્ધિ

Khaskhabar Editor
Last updated: 2021/07/19 at 12:16 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

 વિદ્યાર્થીને માઇન્ડ ટુ માર્કેટ કન્સેપ્ટને સાકાર કરવા તમામ પ્રકારની અપાતી મદદ

 ૩ વર્ષમાં ૨૫ વિદ્યાર્થીને રૂા.૧૬ લાખથી વધુની કરાયેલી નાણાંકીય સહાય

 ૮ જેટલા વિદ્યાર્થીઓને સંરક્ષણ ક્ષેત્રે મળેલી રોજગારી   

 માનવીનું મન ખુબ જ ચંચળ છે, તેમાં અનેક અવનવા વિચારો ઉદભવતા હોય છે. જેમાંથી અમુક વિચારોને વાસ્તવિકતાની પાંખો મળે તો તે વિચારો સમગ્ર વિશ્વને નવો રાહ ચીંધે છે. આવા વિચારો માનવજાત માટે જ્ઞાાનની નવી દિશાઓ ખોલી આપે છે. વર્તમાન સમયમાં ગુજરાત સરકારની સોલાર રૂફટોપ યોજના કાર્યાન્વિન્ત બન્યા બાદ ઘરે ઘરે સોલાર પેનલ જોવા મળે છે. જેની સફાઈ કરવી અધરી લાગતી હોય છે. તેના માટે એ.વી.પી.ટી.આઈ-રાજકોટના વિદ્યાર્થીએ સોલાર પેનલ સાફ કરવાની ક્લીંનિંગ સિસ્ટમ વિકસાવી છે. આવા અનેક પ્રોજેક્ટ રાજ્ય સરકાર માન્ય – એ.વી.પી.ટી.આઈ કોલેજ રાજકોટ ખાતે આકાર લઈ રહ્યા છે.

Contents
 વિદ્યાર્થીને માઇન્ડ ટુ માર્કેટ કન્સેપ્ટને સાકાર કરવા તમામ પ્રકારની અપાતી મદદ ૩ વર્ષમાં ૨૫ વિદ્યાર્થીને રૂા.૧૬ લાખથી વધુની કરાયેલી નાણાંકીય સહાય ૮ જેટલા વિદ્યાર્થીઓને સંરક્ષણ ક્ષેત્રે મળેલી રોજગારી   

એ.વી.પી.ટી.આઈ કોલેજના પ્રિન્સિપાલ પંડ્યા જણાવે છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી તથા ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના રીજીયોનલ સેન્ટરનો શુભારંભ ગુજરાતમાં ૨૦૧૮ થી શરૂ થયો છે. છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમ્યાન ૨૫ જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. ૧૬.૨૪ લાખની નાણાકીય સહાય કરવામાં આવી છે. જે પૈકી રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત ૧૪ જેટલા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને રૂ. ૧.૨૪ લાખની નાણાકીય સહાય કરવામાં આવી છે.  જ્યારે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટીના ડિઝાઇન ઇનોવેશન સેન્ટર(DIC) અંતર્ગત ૧૧ જેટલા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ અંતર્ગત ૧૫ લાખથી વધું રકમની મદદ કરવામાં આવી છે. આ ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના રીજીયોનલ સેન્ટર અંતર્ગત વિદ્યાર્થીને માઈન્ડ ટુ માર્કેટના કન્સેપ્ટને સાકાર કરવા તમામ પ્રકારની હેલ્પ કરવામાં આવે છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર તમામ યુનિવર્સીટીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલા સંશોધનકારો માટે ૧૦૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી સાથે કોઈ પણ પ્રોજેક્ટની કલ્પના, તેના પ્રોટોટાઇપ બનાવવા, ઉત્પાદન કરવા, પરીક્ષણના વિવિધ તબક્કામાંથી પસાર થવા ઉપરાંત કોઇ સમસ્યાના નવીન ઉકેલો શોધવા, નવીન ઉકેલોની ફરીથી ડિઝાઇન કરવા માટે પ્રાથમિક તબક્કાની તમામ સુવિધાઓ પુરી પાડે છે. જેના થકી યુવાન વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનો દેશના નિર્માણમાં સકારાત્મક ઉપયોગ કરી શકાય છે. ગુજરાત નોલેજ સોસાયટી આ યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી છે અને જી.ટી.યુ. અમલીકરણની ભુમીકા ભજવે છે. આ માટે ૧૨૫ સ્ટુડન્ટ ઇનોવેટર્સ/સ્ટાર્ટ-અપ્સ માટે ઈન્ટેલીજન્ટ પ્રોપર્ટી રાઈટ્સ જેવા કે, કોપીરાઈટ્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક ફાઇલ કરવા માટે ૨૫,૦૦૦ સુધીની રકમ આપવામાં આવે છે. પ્રૃફ ઓફ કન્સેપ્ટના તબક્કે ૨૦૦ સ્ટુડન્ટ ઇનોવેટર્સ/સ્ટાર્ટ-અપ્સ માટે પ્રોટોટાઇપિંગ સપોર્ટ માટે રૂ. ૨ લાખની રકમ આપવામાં આવે છે.

આ અંગે ડિઝાઇન ઇનોવેશન સેન્ટરના કો-ઓર્ડીનેટર આર.ડી.રાઘાણી જણાવે છે કે, ડિગ્રી-ડિપ્લોમાના  વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ બિઝનેસ કરી શકે તે માટે સૌરાષ્ટ્ર – કચ્છ ખાતેનું ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી(GTU)નું રીજીયોનલ સેન્ટર – ડિઝાઇન ઇનોવેશન સેન્ટર(DIC) એ.વી.પી.ટી.આઈ રાજકોટ ખાતે કાર્યરત છે. વિદ્યાર્થીઓ માટે આધુનિક સમયના પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ માટે ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે 3 ડી પ્રિન્ટર, તથા ફ્લેશફોર્જ, લેસર કટિંગ અને એનગ્રેવિંગ મશીનની સુવિધા આ સેન્ટરમાં શરૂ કરવામાં આવી છે. આ સેન્ટર ઉત્સાહ ધરાવતા વિદ્યાર્થીઓ, અધ્યાપક સભ્યો અને સંશોધનકારોને શિક્ષણ અને સર્જનાત્મકતાના અમલ માટે અને તેમના વિચારોને ડિઝાઇનની નવીનતાઓમાં રૂપાંતરિત કરવા પ્લેટફોર્મ પ્રદાન કરશે. જેનાથી વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી અને તેમના નવા વિચારોને સાકાર કરી શકે તે હેતુથી તેમજ પોતાની પેટન્ટ મેળવી શકે તે માટે તમામ માર્ગદર્શન અને કાર્યવાહીમાં મદદ પુરી પાડવામાં આવે છે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા અનુદાનિત ફેબલેબ (ફેબ્રિક લેબ) એ.વી.પી.ટી. આઈ રાજકોટ ખાતે કાર્યરત છે. જેના દ્વારા સોલાર પેનલ સાફ કરવાની ક્લીંનિંગ સિસ્ટમ, ડ્રોન વિમાન વડે ખેતરમાં દવાનો છંટકાવ કરવો, બોલતું નોટીસબોર્ડ, આંગળી વડે વ્હિલચેરનો ઉપયોગ કરવો જેવા અનેક પ્રોજેક્ટ રાજકોટ ખાતે આકાર લઈ રહ્યા છે. તેમજ જેનેસ્ટર ઈનોવેશન દ્વારા ડ્રોન વિમાનની મોટરનું ડિઝાઈનિંગ અને મેન્યુફેક્ચરીંગ સહિત અલગ અલગ ૧૪ વિષયો પર પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે. જેમાં હેક્ઝાગોનલ ટેલીસ્કોપિક સ્પેનર, પોર્ટેબલ સેન્ટ્રીફ્યુગલ પમ્પ, વેરીયેબલ સ્પીડ મલ્ટીશાફ્ટ મોટર વગેરેનો સમાવેશ થાય છે. આ ફેબ લેબના માધ્યમ દ્વારા સૌરાષ્ટ્ર–કચ્છની ૧૪ જેટલી કોલેજોને ટેકનિકલ મદદ પુરી પાડવામાં આવી છે. પ્રોડક્ટ ડિઝાઈન અને ડેવલપમેન્ટ, માર્કેટ એક્સેસ સપોર્ટ, ઈન્ડસ્ટ્રીયલ એક્ઝીબીશન સપોર્ટ તથા પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઈન કોપીરાઈટ, વગેરે માટે તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે, તેમ .આર.ડી.રાઘાણીએ જણાવ્યું હતું.

- Advertisement -

સંસ્થાના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીના કો-ઓર્ડીનેટર ભગીરથ ભટ્ટે જણાવ્યું હતું કે, નજીવા દરથી મેમ્બરશીપ તેમજ આધુનિક મશીનનો નિયત દરથી વિદ્યાર્થીઓ પોતાના ઇનોવેટિવ વર્ક માટે ઉપયોગ કરી શકશે, આ સુવિધા અન્ય કોઇ સ્થળે ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓના નવા સ્ટાર્ટઅપ માટે પ્રધાનમંત્રીના “આત્મનિર્ભર ભારત” અભિયાનને મુર્તિમંત સ્વરૂપ આપવા માટે રિજિયોનલ સેન્ટર કાર્યરત છે. વિવિધ ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તેમજ ટેક્નિકલ એકટીવીટી, સેમિનાર,વેબિનાર દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાનમાં ઉપયોગમાં લેવાતી તથા ભવિષ્યાની ટેક્નોલોજી સાથે અવગત કરાવવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓને તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અન્વયે વિવિધ માર્ગદર્શન સહાય, ટીંકર લેબ, કો-વર્કીંગ સ્પેસ તથા પેટન્ટ સપોર્ટ આપવામાં આવે છે.

સંસ્થાના કો-ઓર્ડીનેટરએ જણાવ્યું હતું કે, એ.વી.પી.ટી.આઇ. બાયો-મેડિકલ, કમ્પ્યુટર, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ અને કમ્પ્યુટર એડેડ કોસ્ચ્યુમ ડિઝાઇન ક્ષેત્રે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને નવીન સંશોધન, અને આધુનિક ટેક્નોલોજી આધારિત વિકાસને પ્રોત્સાહિત કરે છે. એન.બી.એ. એટલે કે નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશનની માન્યતા નજીકના સમયમાં મળવાની સંભાવના છે. જેના દ્વારા વિધ્યાર્થીઓને આઉટકમ બેઝડ એજ્યુકેશનનો લાભ મળી શકશે.

ઘો.૧૦ પછી ચાલતા વિવિધ અભ્યાસક્રમો જેવા કે  કોમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઈલેક્ટ્રીકલ, બાયો-મેડીકલ, આઈ.સી, કોમ્પ્યુટર એઇડેડ  કોસ્ચ્યુમ ડીઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ (ફક્ત વિદ્યાર્થીનીઓ માટે) કાર્યરત છે. આ ઉપરાંત, રોજગારી પ્રદાન કરવાની બાબતમાં એ.વી.પી.ટી.આઇ.અગ્રેસર રહ્યું છે. છેલ્લા ત્રણ માસમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ મલ્ટીનેશનલ કંપનીમાં પ્લેસમેન્ટ મેળવ્યું છે. હાલમાં જ એલ.એન્ડ ટી. ડિફેન્સમાં ૮ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. આ ઉપરાંત, ટાટા, એસ્સાર, વિપ્રો, આદિત્ય બિરલા ગૃપ, અદાણી, સુઝલોન જેવી અનેક કંપનીઓના પ્લેસમેન્ટ સંસ્થામાં યોજવામાં આવે છે.

 એ.વી.પી.ટી.આઈ. એલ્યુમનિના સભ્યો આર્થિક રીતે નબળા વિદ્યાર્થીને પુસ્તકો અને ફી માટે મદદ કરે છે. તેમજ અનેક વેલ્ફેર એક્ટિવિટી જેવી કે વૃક્ષારોપણ, અનાજ વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.

You Might Also Like

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો

રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલ શુભેચ્છા કાર્ડ્સ દેશની રક્ષા કરતા સેનાનીઓ માટે કારગીલ પહોંચાડાશે
Next Article રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૬૫.૫૩ કરોડના કામો પૂર્ણ કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?