સરકારી, અર્ધ સરકારી કે ખાનગી નોકરી કરવા ઇચ્છતા રાજયના યુવાનો માટે લેખિત તેમજ મૌખિક કસોટીની પૂર્વ તૈયારી માટે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા ઓનલાઇન ઇન્ટર્વ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર (વેબીનાર) નુ આયોજન ભાવનગર જિલ્લામાં થનાર છે. આ વેબિનારમાં જોડાવા ઇચ્છતા રાજકોટ જિલ્લાના ૧૮ થી ૩૦ વર્ષની વય ધરાવતા યુવાનોએ નિયત નમૂનામાં જરૂરી બીડાણ સાથેની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, c/o જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ભાવનગર શહેર જી-૨, એનેકસી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરને તા.૨૩.૭.૨૦૨૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ વિગતો કચેરી સમય દરમ્યાન ૦૨૭૮-૨૪૩૨૭૬૫ નંબર પરથી મળી શકશે, તેમ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાઘેલાની યાદીમાં જણાવાયું છે.
નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે યોજાનારો વેબિનાર
You Might Also Like
Follow US
Find US on Social Medias


