રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના હોદેદાર તેમજ જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીની વરણી કરવામાં આવેલ છે.
જેમાં જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે નરોત્તમભાઈ ડાયાભાઈ પરમાર તથા ડિમ્પલબેન હિરેનભાઈ ગલાણીની વરણી કરવામાં આવેલ છે. તેમજ જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે સતીષભાઈ શિંગાળા તથા મહામંત્રી તરીકે મુકેશભાઈ ભનુભાઈ મકવાણા અને રવિભાઈ નવીનભાઈ માંકડિયાની વરણી કરવામાં આવેલ છે.
- Advertisement -
ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી ઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લાના હોદેદારોને તથા યુવા મોરચાના પ્રમુખ-મહામંત્રીને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


