રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી મયુરભાઈ માંઝરીયા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા, મહામંત્રી ઓ નવીનપરી ગૌસ્વામી, કિશોરભાઈ રાઠોડએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના હોદેદારની વરણી કરવામાં આવેલ છે.
જેમાં જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ નિમ્બાર્ક, મોહિતભાઈ સિંધવ, રમેશભાઈ પરમાર, કમલેશભાઈ બારોટ તેમજ મંત્રી તરીકે ભરતભાઈ મકવાણા, પ્રદ્યુમનભાઈ અગ્રાવત, ભરતભાઈ ખુમાણ, ભીખુજી રજપૂત, ખીમભાઈ લોખીલ, કોષાધ્યક્ષ અમૃતલાલ દેવમુરારી તથા કારોબારી સભ્ય તરીકે કરશનભાઈ ધ્રાન્ગું, રમેશભાઈ ગર, રાજેન્દ્રભાઈ યાદવ, હરસુરભાઈ વાંક, ભીખુભાઈ ગુજરાતી, પ્રભાતભાઈ પરમાર, અવસરભાઈ ધરજીયા, દિનેશભાઈ ચાવડા, દિનેશભાઈ બગથરીયા, દીપકભાઈ બેરાણી, હેમેન્દ્રભાઈ નકુમ, સવજીભાઈ દેવીપુજક, દેવાંગભાઈ કુકાવા, રાજુભાઈ સોલંકી, ધનજીભાઈ દાવડા, પ્રવીણભાઈ ધરજીયા, નીલેશભાઈ ભાડેશીયા, સોશ્યલ મીડિયાના ઇન્ચાર્જ નિમેશભાઈ અગ્રાવત, સહ-ઇન્ચાર્જ તરીકે કમલભાઈ કોરિયા તથા નીતિનભાઈ ભેંસજાળીયાની વરણી કરવામાં આવેલ છે.
- Advertisement -
ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી ઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લા બક્ષીપંચ મોરચાના હોદેદારોને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


