By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    4 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    4 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 day ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    1 day ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    2 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    2 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    4 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    1 day ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    2 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    4 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    4 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
રાષ્ટ્રીય

દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

Khaskhabar Editor
Last updated: 2026/04/29 at 4:47 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

ક્યાંક કરાં પડશે તો ક્યાંક અંગ દઝાડતી ગરમી

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: હિમાચલ અને ઉત્તરાખંડમાં પશ્ર્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણ પલટાયું, 4 મે સુધી વરસાદની આગાહી

- Advertisement -

પૂર્વોત્તર ભારતમાં ‘ઓરેન્જ એલર્ટ’: 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન, દિલ્હી-પંજાબ સહિત ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે મેઘમહેર

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

સમગ્ર ભારત અત્યારે હવામાનના અત્યંત વિચિત્ર અને વિરોધાભાસી તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે અને તાપમાનનો પારો અનેક શહેરોમાં 42 થી 45 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ દેશના 15 જેટલા રાજ્યો માટે વરસાદ અને તોફાની પવનની ગંભીર ચેતવણી જારી કરી છે. પ્રચંડ ગરમીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે.
હવામાન વિભાગની તાજી અપડેટ મુજબ, પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોમાં આગામી 48 કલાક અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરીને તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.
અહીં માત્ર વરસાદ જ નહીં, પરંતુ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનારા તેજ પવનો અને વીજળીના કડાકા-ભડાકા સામાન્ય જનજીવનને ખોરવી શકે છે. પવનની ગતિ એટલી પ્રચંડ હોઈ શકે છે કે તે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષોને નુકસાન પહોંચાડી શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાઓને જોતા પ્રવાસીઓને પણ સાવચેત રહેવા જણાવાયું છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ ગયું છે. હિમાચલના કાંગરા, કુલ્લુ, મંડી અને પર્યટન સ્થળ શિમલામાં આગામી 4 મે સુધી વરસાદી માહોલ રહેશે. આ પહાડી રાજ્યોમાં કેટલાંક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે, જે સફરજનના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
આ પહાડી હલચલની સીધી અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દિલ્હી-એનસીઆરમાં હળવા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આ રાહત ક્ષણિક હોઈ શકે છે, કારણ કે 1 મે થી ફરીથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
જ્યારે ઉત્તરમાં વરસાદી પલટો છે, ત્યારે પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ, રાજકોટ, અને સુરત જેવા શહેરોમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે.
દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં સ્થિતિ વધુ કપરી છે. અહીં માત્ર ગરમી જ નહીં પણ હવામાં ભેજનું પ્રમાણ (ઇીંળશમશિું) વધુ હોવાથી લોકો ઉકળાટ અને પરસેવાથી પરેશાન છે. ઓડિશાના કેટલાંક વિસ્તારોમાં હીટવેવની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણના રાજ્યોમાં એડવાઈઝરી જારી કરી છે કે, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પાણી પીવું.
બિહાર અને ઝારખંડમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. અહીં ગરમીની વચ્ચે અચાનક ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. દેશ અત્યારે જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેમ લાગે છે; ક્યાંક ચોમાસા જેવો માહોલ છે તો ક્યાંક વૈશાખનો બપોર આકરો તપી રહ્યો છે.

- Advertisement -

You Might Also Like

યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ

પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત

ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું

રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
Next Article હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?